Get The App

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર સોનાની ચેન તોડી ભાગવા જતો અછોડતોડને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર સોનાની ચેન તોડી ભાગવા જતો અછોડતોડને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો 1 - image


Vadodara Chain Snatching : વડોદરાના વાઘોડિયા રોડ પર મહિલા જમ્યા બાદ પોતાની સોસાયટીમાં ચાલતા હતા તે દરમિયાન એક શખ્સ તેમના ગળામાંથી રૂપિયા 30,000 ની સોનાની ચેન તોડીને ભાગ્યો હતો મહિલાએ પીછો પીછો કરી બચાવો બચાવોની બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા. દરમિયાન આગળ મૂકેલી બાઈક પર બેસી ભાગવા જતા અછોડા તોડ પડી ગયો હતો લોકોએ તેને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિક્ષાબેન સંજયભાઈ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે 20 ડિસેમ્બરના રોજ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ હું જમી પરવારીને ચાલવા માટે ઘરની બહાર નીકળે અને અમારી સોસાયટીમાં ચાલતી હતી. તે દરમ્યાન મારી બહેનપણી પ્રતિમા પટેલનો મારા ઉપર ફોન આવતા હું ફોન પર વાત કરતી કરતી અમારી સોસાયટીમાં ચાલતી મારા ઘર બાજુ આવતી હતી. ત્યારે  અચાનક એક શખ્સ મારા ગળામાં રહેલી સોનાની ચેન તોડીને ભાગ્યો હતો.જેથી હું પણ તેની પાછળ પાછળ દોડી બચાવો બચાવોની બુમો પાડવા લાગી હતી અને  અજાણ્યો ઇસમ ભાગીને આગળ રહેલ તેની મોટરસાયકલ પર બેસીને ભાગવા જતા તેને મોટરસાયકલ પરનું બેલેન્સ ગુમાવી દેતા તે નીચે પડી ગયો હતી. તે દરમ્યાન અમારી સોસાયટીના આજુબાજુના લોકો આવી ગયા હતા અને સોનાની ચેન તોડી ભાગનાર શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેનું નામ પુછતા તેણે પોતાનુ નામ જસપાલસીંગ ગુરુમુખસીંગ ચિખલીગર (રહે-એકતાનગર પોલીસ ચોકી સામે, આજવા રોડ, વડોદરા) હોવાનુ જણાવ્યુ હતું. જેથી મેં 100 નંબર પર પોલીસમાં પોલીસની ગાડી આવી જતા આરોપી તથા તેનું મોટરસાયકલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News