Get The App

હીરા ઉદ્યોગ માટે સરકારનો મોટો નિર્ણય, વિદેશી ડાયમંડ કંપનીઓ ભારતમાં કરી શકશે બિઝનેસ

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
હીરા ઉદ્યોગ માટે સરકારનો મોટો નિર્ણય, વિદેશી ડાયમંડ કંપનીઓ ભારતમાં કરી શકશે બિઝનેસ 1 - image


Diamond Industry : હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. આમ થવાથી ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટીંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે. 

હીરા ઉદ્યોગને લઈને સરકારનો મોટો નિર્ણય

સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યાં હોવાની જાણકારી મળી રહી છે, ત્યારે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓના ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકાશે. આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે છે. એમાં પણ ખાસે મુંબઈ અને સુરતમાં આવેલા હીરા ઉદ્યોગમાં ક્ષેત્રેમાં નવીન રોજગારી ઊભી થવાની શક્યતા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં હવે નકલી ED ટીમ! વેપારીઓને ધમકી આપી તોડ કરનારા આઠ શખસની ધરપકડ

ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, સરકારના નિર્ણય પછી નાની ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીને વધુ લાભ થશે. ભારતમાં કોઈ વિદેશની કંપની તેનો માલ વેચવા આવશે તો ચાર ટકા ટેક્સ લાગશે. જેનાથી વેચનારને માલની યોગ્ય વેચાણભાવનો ખ્યાલ આવશે. જેમાં હવે એકજ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકાશે. 


Google NewsGoogle News