Get The App

સુરત પાલિકાની કામગીરી જોઈ કેન્દ્ર સરકારના સચિવ પ્રભાવિત : મેટ્રો, હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન, સુડાની ટીપી સ્કીમનું પ્રેઝન્ટેશન નિહાળ્યું

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
સુરત પાલિકાની કામગીરી જોઈ કેન્દ્ર સરકારના સચિવ પ્રભાવિત : મેટ્રો, હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન, સુડાની ટીપી સ્કીમનું પ્રેઝન્ટેશન નિહાળ્યું 1 - image


Surat : સુરત ખાતે ચાલી રહેલા વિવિધ આઈકોનિક પ્રોજેક્ટની કામગીરી પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે. સુરતમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની મુલાકાત માટે આવેલા કેન્દ્ર સરકારના સચીવ પાલિકાના આઈસીસીસી જોઈને પ્રભાવિત થયાં હતા. કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી તેમજ મેટ્રો સહીત રેલ્વે સાથે જોડાયેલા તમામ પ્રોજેકટના વડા કે. શ્રીનિવાસને સુરતની મુલાકાત લઇને પ્રોજેક્ટની પ્રગતિ અને હાલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

સુરત પાલિકાની કામગીરી જોઈ કેન્દ્ર સરકારના સચિવ પ્રભાવિત : મેટ્રો, હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન, સુડાની ટીપી સ્કીમનું પ્રેઝન્ટેશન નિહાળ્યું 2 - image

સુરતમાં હાલમાં હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ, MMTHના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ પ્રોજેક્ટની પ્રગતિ અને હાલની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી તેમજ મેટ્રો સહીત રેલ્વે સાથે જોડાયેલા તમામ પ્રોજેકટના વડા કે. શ્રીનિવાસને સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ચાલતા આઇકોનિક પ્રોજેકટની મુલાકાત લીધી હતી. જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને સાથે રાખી વિવિધ પ્રોજેકટ અને તેની પ્રગતી વિશે ઉંડાણથી માહિતી મેળવી હતી. કેન્દ્રીય સેક્રેટરી શ્રીનિવાસને સુરત રેલ્વે સ્ટેશન ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) નું પ્રેઝન્ટેશન તથા રેલવે સ્ટેશન પર હાલ ચાલી રહેલ રીનોવેશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ડ્રીમ સીટી અને સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીનો પ્રોગ્રેસ રીવ્યુ લીધો હતો. તેમજ ડ્રીમ સિટી ખાતેના મેટ્રો સ્ટેશન તથા મેટ્રો ડેપોની મુલાકાત લઇને કામગીરી નિહાળી હતી. 

સુરત પાલિકાની કામગીરી જોઈ કેન્દ્ર સરકારના સચિવ પ્રભાવિત : મેટ્રો, હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન, સુડાની ટીપી સ્કીમનું પ્રેઝન્ટેશન નિહાળ્યું 3 - image

પાલિકા  કમિશનરને સાથે રાખીને ICCC ખાતે કરવામાં આવતી કામગીરીનું પ્રેઝેન્ટેશન અને સુડાની ટી.પી. સ્કીમનું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું. ICCC સેન્ટરથી સુરતના ખુણે ખુણા પર નજર રાખી શકાય તેમજ મનપાના ડેટાનો સંગ્રહ સલામત રીતે થઇ શકે તેવી વ્યવસ્થા છે. ત્યારે સુરત આવેલા કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી શ્રીનીવાસ સમક્ષ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે મનપાના બેસ્ટ પ્રેકટીસ ગણાતા પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. દેશના સૌથી વિશાળ અને સુવિધાયુક્ત ICCC સેન્ટર અને ત્યાંની કામગીરી જોઇને કે.શ્રીનીવાસ ભારે પ્રભાવિત થયા હતા. હાલમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ(એઆઇ)ની બોલબાલા છે અને આગામી જમાનો એઆઈનો છે. તેથી AI બાબતે આગળ વધવા કેન્દ્ર સરકાર સુરતની મદદ કરશે તેવી ખાતરી પણ તેઓએ આપી હતી.


Google NewsGoogle News