મોરબીમાં નકલી આધાર કાર્ડ બનાવતું કેન્દ્ર પકડાયું, પોસ્ટમેન સહિત બેની અટક
સનાળા રોડ પર સ્ટેશનરી શોપમાં નકલી આધાર કાર્ડ બનાવાતા હતા
બિનઅધિકૃત રીતે પોસ્ટમેનની કીટનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજના આધારે બનાવટી આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઇ કરાતી હતી
મોરબીના પોસ્ટ માસ્ટર પરાગભાઇ હરસુખલાલ વસંતે સ્ટેશનરી
શોપના સંચાલક આરોપી વિજય સરડવા અને પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવા વિરુદ્ધ પોલીસ
ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી વિજયભાઈ સરડવા સુપર માર્કેટમાં
ઓનેસ્ટ સ્ટેશનરી તથા ઓનલાઈન સેન્ટર નામની દુકાન ચલાવે છે જેને પોસ્ટમેન જયેશભાઈ
ગોવિંદભાઈ સરડવાની આઈડી કીટનો ગેરકાયદે ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે
તેમાં કોઈપણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ના હોવા છતાં અન્ય આઈડી કીટનો
આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઈને ખોટા દસ્તાવેજ બનાવી છેડછાડ કરી ખરા તરીકે ગેરકાયદે
ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથ ઠગાઈ કરી
છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અરીયાદ નોંધી બંને આરોપીને ઝડપી લઈને કાયદેસર
કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી અધિક કલેકટરે મોરબી સબ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્ટરને
પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર અને
તેની બાજુની શોપિંગમાં આધાર નોંધણી કામગીરી ચાલે છે. જ્યાં લોકો પાસેથી રૃપિયા
મોટી રકમની માંગણી કરીને કામગીરી કરવામાં આવે છે. તેના અનુસંધાને તપાસ કરી ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા
કાર્યવાહી હાથ ધરી છે.