Get The App

જામનગર મરીન નેશનલ પાર્કમાં 'કિચડીયા' પક્ષીની વસ્તી ગણતરી

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
જામનગર મરીન નેશનલ પાર્કમાં 'કિચડીયા' પક્ષીની વસ્તી ગણતરી 1 - image


દેશ-વિદેશનાં ૧૨૫ પક્ષીવિદ્દો ઉમટયા

ઓખાથી નવલખી સુધીનાં ૧૭૦ કિ.મી.નાં દરિયાકાંઠે ૨૫ ટીમો બનાવીને કિચડીયા પક્ષીનો ડેટા તૈયાર કરાયોઆજે સમીક્ષા થશે

જામનગર :  દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી જામનગરમાં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષીની  ગણતરી કરવામાં આવી હતી. આજે સવારથી પક્ષી વિદો અલગ અલગ સ્પોટ ઉપર ગોઠવાઈ ગયા હતા આ કામગીરી સાંજ સુધી ચાલુ રહેવા પામી હતી. હવે રવિવારે પક્ષીવિદો ખીજડિયામાં એકત્ર થશે અને માહિતીની આપ-લે કરશે. આજે પક્ષી ઓળખ અને તેની ગણતરી માટે આજે કાર્યક્રમ ચાલી રહ્યો છે.

બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ બકુલ ત્રિવેદીના જણાવ્યા મુજબ આ પ્રકારની કામગીરી પ્રથમ વખત થઈ રહી છે, જેમાં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી આશરે ૧રપ જેટલા પક્ષીવીદ  નિષ્ણાતો જામનગર આવ્યા છે, અને તેમની અલગ અલગ રપ ટૂકડી બનાવવામાં આવી હતી. જેઓ આજ સવારથી ઓખા થી નવલખી સુધીના ૧૭૦ કિ.મી.ના દરિયા કાંઠા વિસ્તારમાં ગોઠવાઈ ગઈ હતા.અને પક્ષી ગણતરી કરી હતી. તેમાં ખાસ કરીને પક્ષીની પ્રજાતિની સાથે પક્ષીની પણ ગણતરી કરવામાં આવી હતી.

જામનગરમાં આશરે ૩૦૦ થી સ્થાનિક અને પ્રવાસી પક્ષીની પ્રજાતિ જોવા મળેલ છે. શ્રીલંકાના પક્ષી નિષ્ણાત શ્રી સંપત પણ જામનગર આવ્યા છે. તેઓએ રામસેતુ વિસ્તારમાં પક્ષીની નવી પ્રજાતિની શોધ કરી છે, અને કાર્યક્રમના સ્પિકર પણ છે. તેમણે એક પક્ષી ને હનુમાન ફ્લોઅર નામ આપ્યું છે.

 રવિવારે સવારે તમામ પક્ષી નિષ્ણાતો ખીજડિયામાં એકત્ર થશે અને ક્યા પ્રકારના, કેટલા પક્ષીઓ જોયા ? શું જાણ્યું ? તે અંગે વિગતોની આપ-લે કરશે.

ખીજડિયા બર્ડ સેન્ચુરીના આરએફઓ દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યા મુજબ કાદવ-કિચડ, બેટલેન્ડ, ટેરેટેરી બર્ડ વગેરેનો સમાવેશ ગણતરીમાં કરવામાં.આવ્યો હતો. ગઈકાલે બપોર પછી ત્રણ દિવસીય આ કાર્યક્રમનો ખીજડિયામાં પ્રારંભ થયો હતો. હવે આજે પક્ષી ગણતરી કરવામાં આવી હતી. અને રવિવારે  નિષ્ણાતોનું માર્ગદર્શન યોજાશે.


Google NewsGoogle News