Get The App

CCE પરીક્ષા આપનાર તમામ ઉમેદવારને થઈ શકે ફાયદો, ગ્રુપ Aના પરીક્ષા કાર્યક્રમની થઈ જાહેરાત

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
CCE પરીક્ષા આપનાર તમામ ઉમેદવારને થઈ શકે ફાયદો, ગ્રુપ Aના પરીક્ષા કાર્યક્રમની થઈ જાહેરાત 1 - image


CCE Exam News : CCE પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CCE ગ્રુપ-Aના પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. બીજી તરફ, CCEના કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પરીક્ષા લેનાર કંપનીની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને બ્લેક લિસ્ટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે CCEની પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને ફાયદો થશે.

પરીક્ષા આપનાર તમામ ઉમેદવારને થઈ શકે ફાયદો

CCE પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન નંબર 94ને લઈને હસમુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં નિવેદન આપ્યું હતું. પ્રશ્નને રદ કરીને જે ઉમેદવારોએ આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયાસ કર્યા હશે તે તમામને પ્રો રેટા માર્ક અપાશે તેવી હસમુખ પટેલે ખાતરી આપી હતી. તેમજ પ્રશ્ન રદ ન કરવામાં આવે તો તમામ ઉમેદવારને એક માર્ક વધારે આપવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિયુક્તિ

પરીક્ષા લેનાર કંપનીની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

પરીક્ષા લેનાર કંપનીની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને કંપનીને ચૂકવાયેલા 30 કરોડ રૂપિયાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે મૌખિક અવલોકન કરતા કહ્યું હતું કે, 'ઉમેદવારોને હેરાનગતિ વધે એ પ્રકારની કામગીરી થતી હોય તેવી કંપની બ્લેક લિસ્ટ થવી જોઈએ.' હસમુખ પટેલનાં નિવેદન બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

CCE ગ્રુપ એના પરીક્ષા કાર્યક્રમની જાહેરાત

CCE પરીક્ષા આપનાર તમામ ઉમેદવારને થઈ શકે ફાયદો, ગ્રુપ Aના પરીક્ષા કાર્યક્રમની થઈ જાહેરાત 2 - image

આ પણ વાંચો : 'રાજ્યમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી જુગાર જેવી CBRT પદ્ધતિ નાબૂદ કરો' CCEના પરિણામ GPSC પેટર્નથી જાહેર કરવા માગ


Google NewsGoogle News