ગાજરાવાડીમાં પોલીસની હાજરીમાં જ ઢોર પાર્ટીના સ્ટાફને માર પડ્યો
Image Source: Twitter
- પોલીસ બંદોબસ્ત માત્ર શોભાના ગાંઠિયા સમાન
- ઢોર પાર્ટી એ પકડેલી સફેદ ગાય ગોપાલકો હુમલો કરીને છોડાવી ગયા
- ગાજરાવાડીમાં ઢોર પાર્ટીના માણસો પર હુમલો કરી પકડેલી ગાય છોડાવી જનાર ગોપાલકો સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
કોર્પોરેશનની ઢોર પાર્ટી એ પકડેલી ગાય છોડાવી જઈ ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરનાર ગો પાલકો સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગઈકાલે ઢોર પાર્ટીનો સ્ટાફ રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યો હતો ગાજરાવાળી વાસ પાસે એક સફેદ કલરની ગાય જાહેર રોડ પર છુટ્ટી મૂકેલી હોય ઢોર પાર્ટીના માણસોએ ગાયને કોડન કરી પકડી લીધી હતી ત્યાં રહેતા રબારીવાસ ના ગાયના માલિક ભેગા થઈ લાકડીઓ લઈ આવી ગયા હતા અને તેમણે ઢોર પાર્ટીના માણસો સાથે બોલાચાલી ઝપાઝપી ઝઘડો કરી ગાય છોડાવી લઈ ગયા હતા. જેમાં ધમો રબારી તથા રાહુલ રબારી તથા મામુ રબારી અને અન્ય ચાર પાંચ વ્યક્તિઓ હતા
ઢોર પાર્ટીના ભાનુંપ્રતાપને જમણા ગાલે હાથ પર તથા મેહુલ પઢીયાર ને માથાના પાછળના ભાગે તથા લાલુ ચુનારા ને જમણા હાથે ઈજા પહોંચી હતી.
જ્યારે ઢોર પાર્ટીના કામિલ શેઠને ધમા રબારીએ લાકડી વડે માર મારતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું પોલીસ સ્ટાફના માણસો એ દરમિયાનગીરી કરતા હુમલા ખોરો જતા રહ્યા હતા અને ધમકી આપી હતી કે અમારા વિસ્તારમાં ફરીથી ગાળો પકડવા માટે આવશો તો જાનથી મારી નાખીશું.