મોડી રાત્રે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પશુપાલકોનો આતંક
Image Source: Freepik
મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાસે હરી દર્શન પેલેસમાં રહેતા કિરણકુમાર ગિરનાર કોર્પોરેશનના ઢોર પાર્ટીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત પહેલી તારીખે રાત્રે 9:00 વાગ્યે હું નોકરી પર હતો. અમારી સાથેના અશોકભાઈ ચુનારા પોલીસ બંદોબસ્ત મેળવવા માટે કંટ્રોલ રૂમ ની ઓફિસમાં ગયા હતા તે દરમિયાન કંટ્રોલરૂમમાંથી વર્ધી મળી હતી કે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગાયોનો ટોળું છે .જેથી, અશોકભાઈએ નીચે આવીને અમને જણાવતા અમારી ટીમ તથા એક પોલીસ કોન્સ્ટેબલ સાથે રાત્રે 11:00 વાગ્યે ગધેડા માર્કેટ ચાર રસ્તા આવતા ત્રણ રખડતી ગાયો રોડ પર હતી જે ગાયોને અમારી ટીમ કોર્ડન કરી પકડી લીધી હતી તેવામાં બે મોટર સાયકલ પર ચાર પશુપાલકો હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને અમારી સાથે ઝઘડો કરી ગાયો છોડાવી ગાયોને રોડ પર દોડાવી ભગાડી ગયા હતા
ત્યારબાદ બે વ્યક્તિઓ હાથમાં લાકડી લઈને આવ્યા હતા અને મારા માથા પર ફટકો મારી દીધો હતો તેમ જ અન્ય બે હુમલાખોરો એ પણ લાકડી ના ફટકા માર્યા હતા મને છોડાવવા પડતા મારા સ્ટાફના બેંકાટેશ્વર રાવને પણ લાકડીના ફટકા માર્યા હતા તેમ જ અમારી ટીમના કૈલાશભાઈ બડ ગુજર વિડીયો ઉતારતા હોય તેઓના હાથમાંથી મોબાઇલ ઝૂંટાવી લઈ જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વધુ પોલીસ આવી જતા ત્રણ હુમલાખોરો ભાગી ગયા હતા જ્યારે રાજુ ભોપાભાઈ ભરવાડ રહેવાસી માણકી કોમ્પ્લેક્સ પાસે આજવા રોડને પકડી લીધો હતો.