ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ એક્શન! વડોદરામાં કાચ પાઉડરથી દોરી રંગનારા 7 સામે ગુનો દાખલ
Vadodara : ઉતરાયણમાં પતંગની દોરીમાં કાચના ઉપયોગ પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ વડોદરા શહેર પોલીસ સક્રિય થઈ ગઈ છે અને ઉપરા છાપરી રેડ કરી દોરો માંજતા કારીગરો અને વેપારીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે.
(1) અકોટા ગણપતિ મંદિરની સામે દોરો માંજતા રવિન્દ્રસિંહ ચરણસિંહ કુરાના (રહે-અક્ષર રેસીડેન્સી અક્ષર ચોક) દોરાની બે ફીરકી (2) કીર્તિ સ્તંભ નેહરુ ભવન પાસે દોરો માંજતા અયુબ ખાન યુસુફ ખાન પઠાણ (રહે-પિરામિતાર મહોલ્લો દાંડિયા બજાર) બે ફીરકી અને આઠ કિલો કાચનો પાવડર (3) પાણીગેટ રોડ પટેલ મેડિકલ પાસે દોરો માંજતા ભગવાનદાસ ખેલાડી ભાઈ કહાર (રહે-વિશ્વકર્મા મહોલ્લો ઉકાજીનું વાડિયું ) બે ફીરકી અને પાંચ કિલો કાચનો પાવડર (4) પાણીગેટ કુંભારવાડા પાસે દોરી માંજતા પરાગ ભગવાનદાસ કહાર (રહે.કુંભારવાડા પાણીગેટ ) પાસેથી બે ફીરકી અને કાચનો 6 kg પાવડર કબજે કર્યો છે.
(5) વાસણા રોડ નિલામબર સર્કલ પાસે દોરી માંજતા અનિલ રામ સ્વરૂપ શાહ (રહે-રાજધાની સોસાયટીમાં વારસિયા રીંગરોડ) પાસેથી બે ફીરકી અને 40 કિલો કાચનો પાવડર કબજે કર્યો છે. (6) ચોખંડી ચંપા ગલીની સામે દોરી માંજતા મિતુલ મુકુંદભાઈ રંગ વાળા (રહે-શિવ વાટિકા સોસાયટી માંજલપુર) પાસેથી 35 કિલો કાચનો પાવડર કબજે કરવામાં આવ્યો છે. (7) સિદ્ધનાથ તળાવ રોડ પેઇન્ટર તાનાજીની ગલી પાસે કાચ નાખી દોરી માંજતા જયેશ ગુણવંતરાવ ગાડે ( રહે પેઇન્ટર તાનાજીની ગલી) સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.