Get The App

પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર એક્સ આર્મી મેન સામે ગુનો દાખલ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર એક્સ આર્મી મેન સામે ગુનો દાખલ 1 - image


મારા ઘરે પોલીસ કેમ આવી હતી તેમ કહી સેક્ટર-૨૧ના

જવાન અને બટકું ભરીને ટેબલનો કાચ પણ તોડી નાખ્યો  લાયસન્સ વાળી રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મારા ઘરે પોલીસ કેમ આવી હતી તેમ કહીને ધમાલ મચાવી પોલીસ જવાનને બચકું ભરીને કાચ તોડી રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી આપનાર એક્સ આર્મી મેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હેડ કોસ્ટેબલ પરેશકુમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,ગઈકાલે સેક્ટર-૩૦ની યોગીકૃપા સોસાયટીમાં એક રહીશની ગાડીને પથ્થરથી નુકસાન કરવાની ફરિયાદના અનુસંધાને ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ગોહિલ પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને તેમણે પોતાના ઘરે પોલીસ કેમ આવી તે અંગે ઉગ્ર રૃપે પૂછપરછ કરી હતી. પોલીસે શાંત રહેવાનું કહ્યા છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. આ સ્થિતિને પગલે પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય પોલીસ જવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રસિંહ દ્વારા પોતાનું માથું દિવાલ સાથે પછાડવાનું શરૃ કર્યું હતું અને પીએસઓના ટેબલ પર મુક્કો મારી અરીસો તોડી નાખ્યો હતો. આ દરમિયાન તેમણે કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહને બચકું ભર્યું હતું અને પોતે એક્સ આર્મીમેન હોવાનો રોફ જમાવતા દારૃ પીવાની છૂટ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે લાયસન્સવાળી પિસ્તોલથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. જેના પગલે પોલીસ દ્વારા તેમની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે તેમનું હથિયારવાળું લાયસન્સ રદ કરવા માટે પણ પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News