Get The App

કાલાવડના વીએચપીના પ્રમુખ અને તેના ભાઈ પર હુમલો કરી રૂપિયા 2500 ની લૂંટ ચલાવનાર 7 શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
કાલાવડના વીએચપીના પ્રમુખ અને તેના ભાઈ પર હુમલો કરી રૂપિયા 2500 ની લૂંટ ચલાવનાર 7 શખ્સો સામે ગુનો નોંધાયો 1 - image


Jamnagar attack on VHP president : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ પર હુમલો કરી રૂપિયા 2,500 ની લૂંટ ચલાવાઇ હતી. જે પ્રકરણમાં કાલાવડ પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

કાલાવડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ કરસનભાઈ દોંગા અને તેના ભાઈ હસમુખભાઈ દોંગા ઉપર ગઈકાલે હુમલો કરાયો હતો, અને સારવાર માટે બંનેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારબાદ કાલાવડના પી.આઈ. જે.એસ.ગોવાણી તેઓની ટીમ સાથે જામનગરની સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

જ્યાં રમેશભાઈ દોંગાની ફરિયાદના આધારે પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ પર હુમલો કરવા અંગે તેમ જ પોતાના ભાઈના ખીસ્સામાંથી રૂપિયા 2,500 ની રોકડ રકમની લૂંટ ચલાવવા અંગે કાલાવડના અફઝલ કાદરી તથા તેના અન્ય છ સાગ્રિતો સામે ફરિયાદ નોંધાવી છે. 

જે ફરિયાદના અનુસંધાને પોલીસ ટુકડી તમામ આરોપી અને શોધી રહી છે. ફરિયાદી રમેશભાઈના ભાઈ હસમુખભાઈ કે જેઓ બાઈક લઈને વાડીએ જતા હતા, જે દરમિયાન બાઈક સાથે અકસ્માત થયો હતો. જેની નુકસાની પેટે આરોપીએ રૂપિયા 20,000 ની માંગણી કરી હતી, જ્યારે હસમુખભાઈ દ્વારા આરોપીને માત્ર 2,500 જેટલું નુકસાન થયું છે. તેથી તેટલી રકમ આપવા તૈયાર હતા, પરંતુ આરોપીઓએ 20,000 ની માંગણી કર્યા પછી હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે આરોપીઓને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News