જામનગર નજીક દંપત્તિને કચડી નાખી બન્નેના મૃત્યુ નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Jamnagar Accident : જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈકાલે સવારે 10.00 વાગ્યાના અરસામાં પુર ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટમાં લઇ કચડી નાખ્યા હતા.
જે ગોઝારા અકસ્માતમાં ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના ધરમશીભાઈ નકુમ (ઉંમર વર્ષ 62) અને તેમના પત્ની વનિતાબેન (60) કે જે બંનેના ઘટનાસ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજાવી ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ પર છોડીને ભાગી છૂટ્યો હતો.
ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે મૃતક ધરમશીભાઈ અને વનિતાબેનના પુત્ર દેવેન્દ્ર ધરમશીભાઈ નકુમે મેઘપર પોલીસ માથકમાં પોતાના માતા-પિતાને હડફેટમાં લઈ મૃત્યુ નીપજાવનાર જી.જે. 10 ટી.એક્સ.9429 નંબરના ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસે ડમ્પર માર્ગ પર રેઢું પડેલું હોવાથી કબજે કરી લીધું છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.