જામનગર નજીક દરેડમાં પરપ્રાંતીઓને રૂમ ભાડે આપી પોલીસમાં નોંધણી નહીં કરાવનાર મકાન માલિક સામે ગુનો દાખલ
Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક મકાન માલિકે પોતાના 48 જેટલા રૂમ, કે જેમાં પરપ્રાંતીય લોકોને ભાડેથી રાખ્યા હતા, પરંતુ તે તમામ ભાડુઆતની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી ન હતી, અને બેદરકારી દાખવી હતી.
જેથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસણી દરમિયાન સમગ્ર બાબત ધ્યાનમાં આવતાં પોલીસે જાતે ફરિયાદી બની રૂમ ભાડે આપનાર અનાજ કરીયાણાના વેપારી મહેન્દ્રભાઈ દામજીભાઈ પટેલ સામે બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.