કારમાં બેઠા બેઠા હવામાં તલવાર ફેરવતા યુવક અને તેના સાગરીતો સામે ગુનો દાખલ
કારેલીબાગની અક્ષરતા સોસાયટીમાં રહેતા જૈમીનભાઈ પ્રદીપભાઈ પંડ્યા સાઉન્ડ સિસ્ટમને લાઈટના ડેકોરેશનનો બિઝનેસ કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું તથા મારો મિત્ર વ્રજ હરીશભાઈ ડાંગર રહેવાસી ભક્તિ કોમ્પલેક્ષ સન ફાર્મા રોડ મારી કાર લઈ અમિત નગર દેવી કૃપા ટી સ્ટોલ પર રાત્રે 9:30 વાગે ચા પીવા માટે ગયા હતા. ત્યારબાદ વરસાદ પડતો હોવાથી અમે અમારી ગાડીમાં બેઠા હતા રાત્રે 9:45 વાગે અમારી પાછળથી એક ટાટા કંપનીને ગાડી આવી હતી તેના ડ્રાઈવરે અમારી કારનો યુ ટર્ન મારી અમારી નજીકમાં લાવી ઊભી રાખી કંઈક બોલતો હતો તેથી મારા મિત્ર એ અમારી ગાડી નો કાચ ખોલતા તે અમને ગાળો બોલવા લાગ્યો હતો. અમે ત્યાંથી સમા સાવલી રોડ તરફ નીકળી ગયા હતા તે કારનો ચાલક અને તેની સાથે બેઠેલા બીજા બે લોકોએ અમારી ગાડીનો પીછો કર્યો હતો.
ત્યારબાદ અમે ગાડી ઊભી રાખી દીધી હતી તે કારમાં પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિએ ગાડીનો કાચ ખોલી તલવાર બહાર કાઢી હવામાં ફેરવતો હતો જેથી અમે ત્યાંથી થોડા આગળ જતા રહ્યા હતા.