પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં GPC કંપનીના 11 લોકો સામે ગુનો નોંધાયો, તપાસ DySPને સોંપવામાં આવી

GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી

આ પહેલા મનપા અને AUDAએ GPC કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં GPC કંપનીના 11 લોકો સામે ગુનો નોંધાયો, તપાસ DySPને સોંપવામાં આવી 1 - image


Palanpur Bridge Collapse : પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી (bridge slab collapsed) થવાની ઘટના બની હતી જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે હવે આ મામલે 11 લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામેલ છે.

આ મામલાની તપાસ DySPને સોંપવામાં આવી

બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ (RTO Circle) પાસે નિર્માણધીન (under-construction) ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત (two youths died) નીપજ્યાં હતા. આ બે યુવકોના પરિવારો દ્વારા જ્યારે કંપનીના એન્જિનિયરો અને ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ ( complaint is filed) કરવામાં આવશે ત્યારે જ મૃતદેહોને સ્વીકારીશું તેવી માંગ કરી હતી ત્યારે હવે GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ આ મામલાની તપાસ (investigation) DySPને સોંપવામાં આવી છે. 

અગાઉ પણ કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

આ ઘટનામાં બે લોકોનો મોત થતા લોકોનો બ્રિજ બનાવનાર GPC કંપની સામે રોષ ફાટી નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ કંપની વિવાદમાં આવી (controversy before) ચુકી છે. આ પહેલા પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી તેમ છતાં પણ આ કંપનીને ફરી એકવાર બ્રિજ બનવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પહેલા મનપા અને AUDAએ GPC કંપનીને બ્લેકલિસ્ટ કરી (blacklisted) હતી. હવે આ GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામે ફરિયાદ નોંધાઇ છે તેમજ વિવિધ વિભાગોની તપાસ ચાલુ છે અને જે પણ દોષિત સામે આવશે તેની સામે પણ ફરિયાદ નોંધાશે. 

પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં GPC કંપનીના 11 લોકો સામે ગુનો નોંધાયો, તપાસ DySPને સોંપવામાં આવી 2 - image


Google NewsGoogle News