ગોલ્ડન ચોકડી પાસે ઓટોમેટિક પિસ્ટલ સાથે કેરિયર પકડાયોઃસપ્લાયર અને રિસિવર વોન્ટેડ
વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસે આજે સવારે એક ઓટોમેટિક પિસ્ટલનો સોદો થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરિયરને ઝડપી પાડયો હતો.
ગોલ્ડન ચોકડી પાસે એક કેરિયર પાસે ઓટોમેટિક પિસ્ટલ હોવાની અને તેનો સોદો કરવા આવ્યો હોવાની વિગતો મળતાં એસએમસીની ટીમે વોચ રાખી ગૌરવ હાલકે કુશ્વાહ(લોપિતા કોલોની,શીવપુરી,એમપી)ને ઝડપી પાડી તેની પાસે પિસ્ટલ અને બે કાર્ટિઝ કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન આ પિસ્ટલ તેણે ગ્વાલિયરના મંદિર પાસે ધરમસિંહ ભીમસેનસિંગ શિકાવરે આપી હતી અને વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે રોહિત કાલીયા નામનો શખ્સ લેવા આવનાર હોવાનું કહ્યું હતું.જે સોદા પેટે તેને રૃ.૫ હજાર મળનાર હતા.
હરણી પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.પિસ્ટલના સોદાની વધુ વિગતો જાણવા માટે આરોપીને રિમાન્ડ પર લેવા માટે પણ તજવીજ કરવામાં આવનાર છે.