Get The App

વડોદરાના આજવા રોડની લૂંટમાં વપરાયેલી કાર ચોરીની નીકળી : સ્કૂલના પટાવાળાની કાર ચોરાયાની ફરિયાદ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
વડોદરાના આજવા રોડની લૂંટમાં વપરાયેલી કાર ચોરીની નીકળી : સ્કૂલના પટાવાળાની કાર ચોરાયાની ફરિયાદ 1 - image


Vadodara : વડોદરાના આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં પરિવારને બાનમાં લઈ લૂંટ કરનાર આરોપીઓએ ચોરીની કાર ગુનામાં વાપરી હતી. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશન કાર માલિકે ફરિયાદ આવી છે. 

આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ વાગે ત્રાટકેલા લૂંટારાઓએ લૂંટ કરતા અગાઉ એક કલાક વિસ્તારમાં ઇકો કારમાં આટા ફેરા માર્યા હતા. જે કાર સીસીટીવી કેમેરામાં દેખાઈ હતી. પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા આકાર કારેલીબાગ લાલબહાદુર વિદ્યાલયના પટાવાળાની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે પટાવાળા મહેશભાઈ નાનજીભાઈ ભીલના ઘરે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગઈકાલે રાત્રે ઘરની બહાર તેઓ કાર પાર્ક કરીને સુઈ ગયા હતા. સવારે 7:00 વાગ્યે ઊઠ્યા ત્યારે તેમની કાર ગુમ હતી. જે અંગે તેમણે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.


Google NewsGoogle News