Get The App

વડોદરામાં સેલ્ફ ડ્રાઈવના બહાને ભાડે ફેરવવા લીધેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં સેલ્ફ ડ્રાઈવના બહાને ભાડે ફેરવવા લીધેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી 1 - image

image : Freepik

Rent Car Scam : વડોદરા ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવકની બેકાર સેલ્ફ ડ્રાઇવના બહાને એક શખ્સ લઈ ગયો હતો. જેનો શરૂઆતમાં નિયમિત ભાડું પણ ચૂકવ્યું હતું. પરંતું ભાડું આપવાનું બંધ કરી દેતા કાર માલિકે વારંવાર ફોન કરી ભાડું અને કારની માંગણી કરી હતી. ત્યારે એક કાર પરત આપી હતી. પરંતુ અન્ય કાર બારોબાર ત્રીજી વ્યક્તિ પાસે ગીરવી મૂકી દીધી હતી. આ વ્યક્તિ પાસે કાર માંગતા તે શખ્સ માલિક પાસે રૂપિયાની માંગણી કરતો હતો. જેથી કાર માલિકે બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર માણેકપાર્ક સોસાયટીમાં રહેતા અક્ષય રજનીકાંત રાણાએ ફરિયાદ નોંધાવી છે કે હું ઝઘડીયા ખાતે રાજશીલ કેમીકલ ફેક્ટરી ધરાવી વેપાર ધંધો કરૂ છું. 13 સપ્ટેમ્બરના રોજ મેં એક કાર મારા પિતાજીના નામ ઉપર ખરીદ કરી હતી. વર્ષ 2023માં વી.આઈ.પી.રોડ ઉપર એ.આર.ઓટો ટૅગ નામનું ટુ વ્હીલરનું ગેરેજ ખોલેલ હતું અને અમારી બાજુમાં બે ત્રણ દુકાન છોડીને ડર્ટી ટુ કલીન નામનું વોશીગ ગેરેજ હોવાથી તેના માલીક કુલદીપભાઇ સાથે મારી ઓળખાણ થઈ હતી. તેઓ વોશીંગ સિવાય સેલ્ફ ડ્રાઈવનો ધંધો કરતો હતો. જેથી તેઓએ મને તમારી પાસે માલીકીની બે કાર સેલ્ફ ડ્રાઈવના ધંધામાં ચલાવવા માટે ભાડેથી આપો તો હું તમને નક્કી કર્યા મુજબનું ગાડીનું ભાડુ ચુકવી આપીશ તેમ કહ્યું હતું. વર્ષ 2023 કુલદીપ મોભનો ગ્રાહક તુષારકુમાર હિતેન્દ્ર પાટણવાડીયા મારા ગેરેજ ઉપર આવી બન્ને કારો મહારાષ્ટ્ર ખાતે ઈગ્રતપુરી નેશનલ હાઈવેના કામ માટે હારૂન રસીદ મન્સુરી પાસે મુકવાની વાત થઈ હતી. જેથી હું તૈયાર થઈ ગયેલ હતો અને ત્યારબાદ ક્રેટા કારનું ભાડુ રૂપિયા 5500 ભાડું નક્કી કરી લઈ ગયો હતો.

ત્યારબાદ તુષારકુમાર પાટણવાડીયાએ ફોન તમારી બીજી કાર મારે એક મહિના માટે ભાડે જોઇએ છે જેનું ભાડુ રૂપિયા બે હજાર નક્કી કરી લઈ ગયો હતો. મીત્ર કુલદિપ મોભ સેલ્ફ કારના ભાડાનો વેપાર કરતા હોય જેથી તેઓના લેટર પેડ ઉપર મને તુષારે લખાણ કરી આપી તેના આધાર કાર્ડની નકલ આપી હતું. મારી બન્ને કારો ભાડેથી ફેરવતો હોય શરુઆતમાં નક્કી કર્યા મુજબનું શરૂઆતમાં તેણે મને ભાડું ચૂકવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી-2024 થી મને ભાડુ આપવાનું બંધ કર્યું હતું.  જેથી મેં તેને અવારનવાર મોબાઇલ ઉપર ફોન કરતા તે મારો ફોન ઉપાડેલ નહી અને ફોન ઉપાડે તો બહાના કાઢતા હતો. વારંવાર કાર પરત આપી દેવા ફોન કરતા મારી એક કાર પરત મળી ગઇ હતી. પરંતુ મારી અન્ય કાર મને પરત આપતો નથી. તેણે અમારા ફોન ઉપાડવાનુ બંધ કર્યું હતું. ગાડીની તપાસ કરતા હારૂન રસીદ મન્સુરી પાસે મારી ગાડી હોવાનું જાણવા મળેલ હતું. જેથી તેની સાથે ફોન ઉપર વાત કરતા તુષારકુમાર પાટણવાડીયા મારી પાસે કાર 3.50 લાખમાં ગીરવે મૂકી ગયો હોવાનું કહ્યું હતું. જેથી કાર પરત માગતા હારૂન મન્સુરી રૂપિયાની માંગણી કરતો હતો. તુષાર પાટણવાડીયા મને વિશ્વાસમાં લઈ મારી પાસેથી સેલ્ફ ડ્રાઇવીંગના નામે મારી કાર લઇ બારોબાર ગીરવે મુકી બન્ને જણાએ મારી સાથે ઉત્તરપિંડી કરી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નથી બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News