Get The App

રાજકોટમાં કાર ડિવાઈડર કૂદીને બસ સાથે ટકરાઇ, કારમાંથી દારૂની બોટલ મળી

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં કાર ડિવાઈડર કૂદીને બસ સાથે ટકરાઇ, કારમાંથી દારૂની બોટલ મળી 1 - image


Rajkot Accident : રાજ્યમાં છેલ્લા સમયથી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ વધી ગયા છે. પોલીસ દ્વારા પણ સતત ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો છે. રાજકોટના તુલીપ પાર્ટી પ્લોટ પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકે ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા તુલીપ પાર્ટી પાસે બુધવારે સાંજે પૂરપાટ ઝડપે નીકળેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અજયકુમાર પીપળીયાને ઇજા પહોંચી હતી અને તેમજ જીજે.03.પીડી.0734 નંબરની કાર અને બસ નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું કે કારચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે જેમાં કારની પાછળની સીટમાં દારૂની બોટલ પણ જોવા મળી રહી છે. 

અકસ્માત પગલે બસ ચાલકે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળે હાજર લોકોએ કેમેરામાં કેદ કરેલા વીડિયોમાં કારની પાછળની સીટ પર દારૂની બોટલ જોવા મળી રહી છે. ત્યારે કારચાલક નશામાં હતો કે તેને લઇને અનેક સવાલો ઉભા થયા છે. 

Tags :