Get The App

વડોદરાના હરણી-કોટાલી રોડ પરથી દારૂ અને બિયરની બોટલો ભરેલી કાર પકડાઈ, મહિલા વોન્ટેડ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
વડોદરાના હરણી-કોટાલી રોડ પરથી દારૂ અને બિયરની બોટલો ભરેલી કાર પકડાઈ, મહિલા વોન્ટેડ 1 - image


Vadodara Liquor Crime : વડોદરાના હરણી નજીક કોટાલી રોડ પરથી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો. 

કોટાલી રોડ ઉપર દારૂનો જથ્થો લઈને એક ખેપિયો દારૂની હેરાફેરી કરતો હોવાની વિગતોને પગલે ડીસીપી પન્ના મોમાયાએ હરણી પોલીસને વોચ રાખવા માટે સૂચના આપી હતી. 

પોલીસે ગઈકાલે એક કારને અંતરી તપાસ કરતાં અંદરથી વિવિધ ગ્રાન્ટની શરાબની 187 તેમજ બિયરના 24 ટીન મળી કુલ 25,000 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચલાવતા દીપુ હેમંતભાઈ વાળંદ (કોટાલી ગામ, વડોદરા) ને ઝડપી પાડી દાહોદની સપ્લાયર સુરેખાબેન ભાભોરને વોન્ટેડ જાહેર કરી છે.


Google NewsGoogle News