જામનગરના ગુલાબનગર નજીક શ્યામ ટાઉનશિપમાં કારમાં આગથી દોડધામ : ફાયરે આગ બુઝાવી
Jamnagar Fire in Car : જામનગરના ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશિપમાં રહેતા પિયુષભાઈ મોહનભાઈ લુદરિયાની માલિકીની જી.જે.03 એચ.એ.4090 નંબરની કારમાં બેટરીના ભાગે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.
આ બનાવ અંગે કાર માલિક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતાં રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં ફાયર શાખાની ટુકડી દોડી ગઈ હતી, અને પાણીના ટેન્કર વડે મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી કારમાં આગ વધુ પ્રસરતી અટકી હતી. કારના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.