'CBRT પદ્ધતિ સંપૂર્ણ પણે નાબૂદ કરો..' CCE જુનિયર ક્લાર્કની મુખ્ય પરીક્ષા ઓફલાઈન લેવા ઉમેદવારોની માગ
CCE Exam : રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલા CCE જુનિયર ક્લાર્કની પરીક્ષાની પ્રાથમિક મેરીટ યાદી 19 સપ્ટેમ્બરે જાહેર થયા બાદ વિવાદ વકર્યો છે, ત્યારે આજે સોમવારે ગાંધીનગર ખાતે ઉમેદવારોએ એકઠા થઈને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ સંપૂર્ણ પણે નાબૂદ કરવા સહિત આગામી દિવસોમાં મુખ્ય પરીક્ષા ઓફલાઈન અને સિંગલ પેપર પરીક્ષાના માધ્યમથી જ લેવામાં આવે તેવી માગ સાથે મહાઆંદોલનની ચિમકી ઉચ્ચારી.
અગાઉ પણ ઉમેદવારોએ રજૂઆત કરેલી
અગાઉ પણ ગયા મહિને ઉમેદવારોએ ગાંધીનગરમાં CBRT પદ્ધતિ નાબૂદ કરવા અને CCE પરીક્ષાના માર્ક GPSC પેટર્નથી જાહેર કરવા સહિતની માગ સાથે હસમુખ પટેલને રજૂઆત કરી હતી. સાથે જ ભરતી બોર્ડના કમલ દયાણી સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ કવાયત કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક આંદોલન! રાજ્યમાં પગાર વધારાની માગને લઈને 10 હજાર TRB જવાનોની હડતાળ
મેરિટ યાદીમાં ઘણી વિસંગતતા પેદા થઈ
ઉમેદવારોની રજૂઆત છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાની જાહેર કરાયેલી મેરિટ યાદીમાં ઘણી વિસંગતતા પેદા થઈ છે. જુનિયર ક્લાર્કના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષામાં કેટેગરીના સાત ગણાની જગ્યાએ કુલ ભરતી 5,500 જગ્યાના સાત ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હોવાથી બહાર પાડવામાં આવેલું મેરિટ બહુ ઊંચું ગયું છે. જ્યારે પાસ થયેલા ઉમેદવારો આગામી મુખ્ય ઓફલાઈન લેવાની માગ કરી રહ્યા છે.