જામનગરમાં વીજ ચોરીના કેસમાં જેલમાંથી જામીન મુક્ત થયેલા કેન્સર ગ્રસ્ત પ્રોઢનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અપમૃત્યુ
જામનગરની જિલ્લામાંથી વિજ ચોરીના કેસમાં તાજેતરમાં જામીન મુક્ત થયેલા અને કેન્સરની બીમારીથી પીડાતા એક પ્રૌઢ કે તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની મેઇન રોડ પર ઓસવાળ-4માં રહેતા તુલસીભાઈ મકનભાઈ સંચાણિયા (56)કે જેઓને વીજ ચોરી અંગેના કેસમાં હાઇકોર્ટ નું વોરંટ બજાવ્યા બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, અને ગત 31.12.2024ના રોજ તેઓને જામીન મળ્યા હતા.
ત્યાંથી જામીન મુક્ત થઈને તેઓ સૌપ્રથમ રાજકોટ કેન્સર સોસાયટીની હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે 3 જાન્યુઆરીના રોજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેઓના પડખામાં પાણી ભરાઈ જવાથી ગત 7મી તારીખે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.
મૃતકના પુત્ર ચિરાગભાઈ તુલસીભાઈ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.ડી.જી રામાનુજે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે તેઓનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.