Get The App

બામણવા અને જરવલા ગામ વચ્ચે કેનાલ ઓવરફ્લો, 500 વીઘામાં પાણી ફરી વળ્યા

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
બામણવા અને જરવલા ગામ વચ્ચે કેનાલ ઓવરફ્લો,  500 વીઘામાં પાણી ફરી વળ્યા 1 - image


- વારંવારની સમસ્યાની કાયમી ઉકેલની માંગ

- નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેતરો જળબંબાકાર થતાં ઉભા પાકનો સોથ વળ્યા

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના બામણવા અને જરવલા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેેનાલ ઓવરફલો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોના પાકને મોટાપાયે નુકશાન પહોંચતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં ખેતરો સુધી પાણી પહોંચાડતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી કેનાલો ઓવરફ્લો અને તૂટવાના કારણે ખેડૂતો માટે મુશ્કેલી પણ સર્જી રહી છે. બામણવા અને જરવલા ગામ વચ્ચે નર્મદાની કેનાલ ઓવરફલો થતાં ૧૦થી વધુ ખેડૂતોની અંદાજે ૫૦૦થી ૬૦૦ વિધા જમીન પર પાણી ફરી વળતાં ઘઉં સહિતના પાકને નુકસાની પહોંચ્યું હતું. તાલુકામાં અવાર-નવાર જાણ કર્યા વગર નર્મદા વિભાગ દ્વારા મુખ્ય તેમજ માઈનોર કેનાલ પાણી છોડવામાં આવતા ઓવરફલો થઇ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની સમસ્યાનો કાયમી ઉકેલની અને નુકસાની અંગે વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Tags :