અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું, અંબાજી ટ્રસ્ટને પડ્યો 30,00,000 નો ફટકો
Ambaji Mohanthal Prasad : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. આ મેળામાં દૂર દૂરથી આવતા લાખોમાં ભક્તો માટે માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનથાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે 10,000થી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે. જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે.
તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં 30 લાખની કિંમતનો મોહનથાળ પડયો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બીલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનાર સમય બતાવશે.
આ પણ વાંચો : ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઈ, સોનાના દાનમાં પણ ધરખમ ઘટાડો
ભાદરવી પૂનમ અગાઉ મોહનતાની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આશ્વર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીને બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવ્યો હતો. અબાજીમાં ભાદરવી પૂનમનો મેળા સમાપન થતાં 10,000 થી વધુ કિલોનો મોહનથાળનો પ્રસાદ પડી રહ્યો છે. મંદિરના વહીવટદાર કહે છે કે હું આ જાણતો જ નથી.
આ પણ વાંચો : ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા આજે પ્રક્ષાલન વિધિ, અંબાજી મંદિર બપોરે 1:30 વાગ્યાથી રહેશે બંધ
એજન્સીના જવાબદાર અધિકારી કહે છે કે અમને મંદિરે કીધું તે પ્રમાણે અમે પ્રસાદ બનાવ્યો છે. વધારાનો પ્રસાદ બનાવવમાં છે તેના રૂપિયા મંદિર દ્વારા ચૂકવવામાં આવશે. શું એજન્સીના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી આવા અનેક સવાલો માઈ ભક્તોમાંથી ઉઠવા પામ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વારંવાર આ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટર કેમ આપવામાં આવે છે આના ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વધારાનો પ્રસાદનું બિલ પણ ન ચૂકવવું જોઈએ તેવી માંગ ભક્તોમાં ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, મેળાના 7 દિવસ દરમિયાન 19 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ વર્ષે અંદાજીત 32.54 લાખ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે 1 બોક્સમાં 100 ગ્રામ લેખે 7 દિવસમાં 2 લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે. જેની સામે ફીક્કી પડેલી ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા હતા.