Get The App

વડોદરાના વાસણા રોડ પર કેફે સંચાલક ઉપર ખુરશી વડે હુમલો

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના વાસણા રોડ પર કેફે સંચાલક ઉપર ખુરશી વડે હુમલો 1 - image

image : Freepik

Vadodara Crime : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં ગઈ રાત્રે એક કેફેના સંચાલક સાથે ત્રણ શખ્સોએ તકરાર કરી ખુરશી વડે હુમલો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાસણા રોડ પર કેફે ધરાવતા ધવલભાઇ જોષીએ પોલીસને કહ્યું છે કે, ગઈકાલે મોડી સાંજે હું કેફે પર હાજર હતો તે દરમિયાન મારે ત્યાં કામ કરતા કર્મચારીના સંબંધી નૈતિક પરમાર તેના બે મિત્રો સાથે આવ્યા હતા અને પગાર બાબતે તકરાર કરી હતી. 

કેફેમાં કસ્ટમર હોવાથી મેં તેમને બહાર જઈ શાંતિથી વાત કરવા કહેતાં ઉશ્કેરાઈ ગયેલા નૈતિક પરમાર અને સાગરીતોએ ગાળા ગાળી કરી હતી અને મારા ઉપર ખુશી વડે હુમલો કરતા કપાળે ઇજા થઈ હતી. ત્યારબાદ તેઓ આજે તો તું બચી ગયો છે બીજી વાર નહીં બચે તેમ ધમકી આપી ચાલ્યા ગયા હતા. ગોત્રી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News