ગુજરાતના CMએ રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવી, અધિકારી-મંત્રીઓ ચકરાવે ચઢ્યાં
Cabinet Meeting Held On Sunday: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આવતી કાલે રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવાના કારણે અધિકારીઓ તેમજ મંત્રીઓને પણ નવાઈ લાગી છે.
રાજ્ય સરકાર લેશે મહત્ત્વના નિર્ણય?
રવિવારે કેબિનેટની બેઠકના કારણે અધિકારીઓ અને મંત્રીઓ ચકરાવે ચઢ્યા છે. રજાના દિવસે બેઠકના કારણે ભૂપેન્દ્ર પટેલ સરકાર કંઈક નવી-જૂની કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. સામાન્ય રીતે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ બેઠકમાં રાજ્ય સરકાર કયાં મહત્ત્વના નિર્ણય લે છે કે કેમ?
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમવાર 367 કરોડના ખર્ચે બનશે બેરેજ કમ બ્રિજ, જાણો કેવી હશે વિશેષતાઓ
નોંધનીય છે કે, એવી સંભાવના પણ છે કે, આજથી 23 વર્ષ પહેલાં 7 ઓક્ટોબરના દિવસે જ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેથી તે અંગેનો પણ કોઈ કાર્યક્રમ હોઈ શકે છે. જો કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે તેમની કામગીરીની શરુઆત કરી હતી. આ પહેલાં વર્ષ 2018માં રૂપાણી સરકારમાં રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી.