Get The App

ફેસબુક ઉપર જૂના સિક્કાના રૂ.98 લાખની લાલચ આપી ભેજાબાજે રૂ. 1.36 લાખ પડાવ્યા

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News

- અમરોલી-અંજની ઇન્ડ. ના પરપ્રાંતિય સુપરવાઇઝરે વિડીયોમાં જણાવેલા નંબર ઉપર કોલ કર્યોઃ ફોટો મંગાવ્યા બાદ એરપોર્ટ અને સાયબર ક્રાઇમે પકડયો છે કહી ખેલ કર્યો


ફેસબુક ઉપર જૂના સિક્કાના રૂ.98 લાખની લાલચ આપી ભેજાબાજે રૂ. 1.36 લાખ પડાવ્યા 1 - image

સુરત, સોમવાર

અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝ-3 ના લુમ્સ કારખાનાના સુપરવાઇઝરને ફેસબુક થકી જૂના સિક્કાના રૂ. 98 લાખ આપવાની લાલચ આપી ભેજાબાજોએ વડોદરા એરપોર્ટ અને સાયબર ક્રાઇમના નામે રૂ. 1.36 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ભેજાબાજ વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે. 

અમરોલી-સાયણ રોડ અંજની ઇન્ડસ્ટ્રીઝ-3 માં બટુકભાઇના લુમ્સ ખાતામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા સકર્ષન ઉર્ફે શંકર બંચ્છાનિંધી પ્રધાન (ઉ.વ. 60 મૂળ રહે. લેમ્બેઇ, જી ગંજામ, ઓડિશા) એ ગત 10 ઓક્ટોબરે ફેસબુક ઉપર બિકાસ કુમારની આઇડીમાં જૂના સિક્કાના રૂ. 2 લાખ મળશે એવો વિડીયો જોયો હતો. સકર્ષન પાસે જૂના સિક્કા હોવાથી તેમાં જણાવેલા નંબર ઉપર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે રાજવીરસીંગ નામની વ્યકિતનો નંબર આપી સંર્પક કરવા કહ્યું હતું. સકર્ષને કોલ કરતા રાજવીરસીંગે જૂના કોઇનના ફોટા મંગાવ્યા હતા અને ફોટાના આધારે જૂના સિક્કાના રૂ. 98 લાખ મળશે એમ કહી રજીસ્ટ્રેશનના નામે રૂ. 1450 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉપરાંત આઇડી પ્રુફ વિગેરે વ્હોટ્સએપ ઉપર મંગાવ્યા બાદ બીજા દિવસે સમીર નાયક ફૌજી નામની વ્યક્તિએ કોલ કરી તમારા રૂ. 98 લાખ લઇને આવતો હતો ત્યારે વડોદરા એરપોર્ટ ઉપર મને પકડયો છે એમ કહી રૂ. 9500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસે પકડયો છે એમ કહી ટુકડે-ટુક્ડે કુલ રૂ. 1.36 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ હું સાઇબર ક્રાઇમનો ઓફીસર બોલુ છુ અને તમે પૈસા ભરી દો જેથી તમારા પૈસા તમને પરત મળી જશે એમ કહી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા હોવાથી શંકા ગઇ હતી. 


Google NewsGoogle News