પક્ષીઓને ખમણ- ફરસાણ આપી સુરતીઓ પુણ્ય નહી પાપ કમાઈ રહ્યાં છે: આવો ખોરાક પક્ષીઓ માટે હાનિકારક
શિયાળાની શરૂઆત સાથે જ સુરતના તાપી નદીનો કિનારો તથા આસપાસના તળાવ વિદેશી પક્ષીઓ માટેનું હંગામી નિવાસસ્થાન બની જાય છે. આ વર્ષે પણ ઉત્તર છેવાડેથી હજારો માઈલોની મુસાફરી કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાણીનો સગ્રહ હોય તેવા સ્થળો પર પહોંચી ગયા છે. જોકે, સુરતીઓ હજારો કિલોમીટર દૂરથી આવેલા પક્ષીઓની ખાણી પીણીની આદત સુરતીઓ બગાડી રહ્યાં છે તેના કારણે તેમના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. પક્ષીઓને ખમણ- ફરસાણ આપી સુરતીઓ પુણ્ય કમાતા હોવાનું માની રહ્યાં છે પરંતુ હકીકતમાં તેઓ પુણ્ય નહીં પરંતુ પાપ કમાઈ રહ્યાં છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે.
સુરતમાં શિયાળો જામી રહ્યો છે અને તેની મજા માણવા માટે અસંખ્ય નાના-મોટા પ્રવાસી યાયાવર, સિગલ્સ વિદેશી પક્ષીઓ સુરત આવી ચુક્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત સહિત સુરતના દરિયા કિનારે તેમજ તાપી કાંઠે શિયાળાની ઋતુમાં ખોરાક માટે ઉત્તમ બની જાય છે. જેના કારણે સાઈબીરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજ્જારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર સિગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરતમાં આગમન થયું છે. આ પક્ષીઓ માટે સુરતના દરિયા કિનારા અને તાપી નદીના કિનારો નદીની માછલી સહિતનો ખોરાક ઉત્તમ છે.
પરંતુ સુરતીઓની જીવદયા અને વિદેશી પક્ષીઓની મહેમાનગતિ ના કારણે આ વિદેશી પક્ષીઓ નદીની માછલી તથા અન્ય નેચરલ ખોરાક ભુલીને સુરતી ગાંઠીયા- ખમણ સહિતનો સરળતાથી મળતો ખોરાકને ટેવ બનાવી દીધી છે. સુરતીઓની આવી મહેમાનગતિ ના કારણે વિદેશી પક્ષીઓની નેચરલ ખોરાકની ટેવ બગડી છે અને નદી કિનારો હોવા છતાં પક્ષીઓ નદીની માછલી છોડીને ગાંઠિયા- ફરસાણ અને ખમણ ખાવા લાગ્યા છે.
પક્ષી અંગે જાણકાર એવા રજનીકાંત ચૌહાણ કહે છે, સુરતીઓ તાપી નદીના બ્રિજ પર સવારે પહોંચીને આપણે દેશી કાગડા સાથે આ વિદેશી પક્ષીઓને ગાંઠિયા, ખમણ જેવા ફરસાણ ખવડાવી પુણ્ય કમાવા ની વાત કરે છે પરંતુ તેઓ પાપ કરી રહ્યાં છે. આવા પ્રકારના ખોરાકના કારણે પક્ષીઓને નુકસાન થાય છે ઉપરાંત તે કુદરતી ખોરાક ભુલી રહ્યા ંછે. આવા પક્ષીઓને તળેલો કે રાંધેલો ખોરાક આપવાથી તેની વધુ સમય ઉડવાની ક્ષમતા ઘટી જાય છે. અને પક્ષીઓને ફરસાણ જોખમી બની શકે છે. તેથી સુરતીઓ આવો ખોરાક આપી પુણ્ય કમાવવા બદલે પાપ કમાઈ રહ્યાં છે.
સુરતીઓ આ વિદેશી પક્ષીઓને તાપી નદીના બ્રિજ પર આવીને ખમણ- ભજીયા, ગાંઠીયા, બુંદી અને ભુસુ, વેફર અને તળેલા મરચા જેવા ખોરાક આપી પુણ્ય કમાઈ રહ્યાનો અહેસાસ કરે છે પરંતુ આ ખોરાક તેમના માટે જોખમી બની રહી છે. આ સુરતી ખમણ- ગાંઠિયા અને ફરસાણ જેવા ખોરાક વિદેશી પક્ષીઓનો જીવ પણ લઈ શકે છે.