Get The App

વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી, હવે કોને ટિકિટ મળશે? આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી, હવે કોને ટિકિટ મળશે? આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં 1 - image


Vav By Election : ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. 

આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં

સાંસદ બનતા ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ બેઠક ખાલી પડી હોવાથી આગામી 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ મળી શકે છે. આ બીજી તરફ કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જ્યારે ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: સાબરમતી જેલમાં ધકેલી દીધેલો લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં હત્યા કરાવે, આવું કેવી રીતે બની શકે?

ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર

કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.  ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

કેશરદાન ગઢવીની રાજકીય સફર

આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005 માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-વાવ-તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. 

આ પણ વાંચો: દિવાળીની ઉજવણી 31 ઑક્ટોબરે કે 1 નવેમ્બરે, સતત બીજા વર્ષે પડતર દિવસની પળોજણ

ઠાકરશી રબારીની રાજકીય સફર

અને ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ માલસમાજના મોટા નેતા તરીકે ઓળખ ધરાવે છે. માલધારી સમાજના 70 ટકા વોટ કોંગ્રેસ તરફી કરવામાં સફળતા મેળવી શકે છે. તેઓ અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય અને કિસાન કોંગ્રેસમાં જિલ્લાના ચેરમેન છે. 

બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા 

પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ગેનીબેન ઠાકોરની બે વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી

ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.




Google NewsGoogle News