Get The App

પેટા ચૂંટણી : 3 તાલુકા પંચાયતની 5 બેઠક ઉપર 32,497 મતદાર

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
પેટા ચૂંટણી : 3 તાલુકા પંચાયતની 5 બેઠક ઉપર 32,497 મતદાર 1 - image


- તળાજા, સિહોર અને ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની ખાલી પડેલી બેઠકોની 16 મીએ ચૂંટણી

- સૌથી વધુ ઉંચડી બેઠક પર મતદારો નોંધાયા, પુરૂષોની તુલનામાં સ્ત્રી મતદારોની સંખ્યા માત્ર 787 ઓછી

ભાવનગર/સિહોર : ભાવનગર જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતની ખાલી પડેલી પાંચ બેઠકની આગામી ૧૬મીએ ચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠક ઉપર ૩૨ હજારથી મતદાર નોંધાયા છે. જેઓ મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત કરશે. પાંચેય બેઠકની ગણતરી કરીએ તો પુરૂષોની તુલનામાં સ્ત્રી મતદારોની સંખ્યા માત્ર ૭૮૭ ઓછી છે. જેથી મહિલા મતદારો પણ બાજી પલટાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ભાવનગર જિલ્લાની તળાજા તાલુકા પંચાયતની ૩૦-ઉંચડી બેઠકની ચૂંટણીમાં ૪૧૫૭ પુરૂષ, ૨૯૬૭ સ્ત્રી મળી કુલ ૮૧૨૪ મતદાર નોંધાયા છે. તેમજ ૧૬-નવા-જૂના રાજપરાની ચૂંટણીમાં ૩૪૧૮ પુરૂષ મતદાર, ૩૩૭૯ સ્ત્રી મળી ૬૭૯૭ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાવનગર (ગ્રામ્ય) તાલુકા પંચાયતની ૧૧-લાખણકા બેઠકમાં ૨૯૪૫ (પુરૂષ), ૨૭૨૨ (સ્ત્રી) મળી કુલ ૫૬૬૭ મતદાર છે. જ્યારે સિહોર તાલુકા પંચાયતની વળાવડ બેઠકમાં ૩૨૪૬ (પુરૂષ), ૩૦૭૪ (સ્ત્રી) મળી ૬૩૨૦ અને ૧૮-સોનગઢ બેઠક પર ૨૮૭૬ (પુરૂષ) અને ૨૭૧૩ (સ્ત્રી) મળી કુલ ૫૫૮૯ મતદારની નોંધણી થયેલી છે. આમ, આ પાંચેય બેઠક પર કુલ ૩૨,૪૯૭ મતદાર નોંધાયેલા છે. જેઓ આગામી રવિવારે તેમના નવા પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. તાલુકા પંચાયતોની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં સ્ત્રી મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. પુરૂષ મતદાર ૧૬,૬૪૨ નોંધાયા છે. તેની સામે સ્ત્રી મતદારની સંખ્યા ૧૫,૮૫૫ છે. જેથી ઉમેદવારો, રાજકીય પક્ષો મહિલા મતદારોના મત પોતાની જોળીમાં જાય તેવા ધમપછાડા સાથેના પ્રયાસો કરવામાં લાગી ગયા છે.


Google NewsGoogle News