સુરતમાં BOBને બિઝનેસમેને 100 કરોડનો ચૂનો લગાવ્યો, લોન લઈને પત્ની સાથે વિદેશ ભાગ્યો

સુરત શહેરના મોટા બિઝનેસમેન પાસેથી પણ પૈસા લઈને છેતરપિંડી આચરવાનો આરોપ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
સુરતમાં BOBને બિઝનેસમેને 100 કરોડનો ચૂનો લગાવ્યો, લોન લઈને પત્ની સાથે વિદેશ ભાગ્યો 1 - image



સુરતઃ (Surat)દેશમાં બેંક લોનને લઈને ફ્રોડની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. (lone Froud) ત્યારે સુરતમાં એક દંપતીએ બેંક ઓફ બરોડાને 100 કરોડનો ચૂનો લગાવ્યો છે. સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટરે બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તે ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ કેટલાક રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા હોવાની માહિતી મળી છે. (bank of baroda)જેની હાલ મલ્ટીપલ ફરિયાદ થયેલી છે. (probe CBI) હાલ સમગ્ર મામલે ગાંધીનગર CBIએ તપાસ શરૂ કરી છે. 

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તે ઉપરાંત શહેરના અન્ય મોટા બિઝનેસમેન સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે. વિદેશ જતાં પહેલાં કંપનીના કર્મચારીને ડિરેક્ટર બનાવીને સતીષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, જેથી તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. જે લોકો સાથે ઠગાઈ થઈ છે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે અમારી પાસે વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેમણે ગાંધીનગર CBIમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યાર પછી આ ફરિયાદને વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી હતી. જેની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

વડાપ્રધાન કાર્યાલય સુધી પત્ર લખીને જાણ કરી

સુત્રોના જણાવ્યા અનુસાર એક કંપનીના માલિકે આ મુદ્દે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પત્ર લખીને જાણ કરી છે. છેતરપિંડી કરનારા પણ મલ્ટીપલ ફરિયાદ થઈ ચૂકી છે. જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુદ્ધ FIR દાખલ થઈ છે. તે ઉપરાંત ઓક્ટોબર 2017માં સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલા છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. આવી ફ્રોડ વ્યક્તિઓને વિદેશથી ઝડપીને અહીં લાવીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ એવું શહેરના મોટા બિઝનેસમેન મીડિયાને જણાવી રહ્યાં છે.

સુરતમાં BOBને બિઝનેસમેને 100 કરોડનો ચૂનો લગાવ્યો, લોન લઈને પત્ની સાથે વિદેશ ભાગ્યો 2 - image



Google NewsGoogle News