Get The App

જામનગરના વધુ બે કારખાનેદાર સાથે રૂપિયા 74 લાખની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના વેપારી સામે ગુનો નોંધાયો

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
જામનગરના વધુ બે કારખાનેદાર સાથે રૂપિયા 74 લાખની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના વેપારી સામે ગુનો નોંધાયો 1 - image


Jamnagar Fraud Case : જામનગરના બે બ્રાસપાર્ટના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલે પોતાના કારખાનામાં તૈયાર કરેલો માલ સામાન ઉપરાંત અન્ય કારખાનેદાર ચિરાગભાઈ પટેલે પણ પોતાને ત્યાં પિત્તળનો માલ સામાન તૈયાર કરીને વલસાડના વેપારી મયુરભાઈ હરીશભાઈ દૂધૈયાને સપ્લાય કર્યો હતો.

 ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં અનેક વખત 74,54,444 જેટલી રકમ મેળવવા માટેની માંગણી કરી હતી. પરંતુ આરોપી દ્વારા તે રકમ આપવામાં આવી ન હતી. અને ચેક અપાયા હતા. જે ચેક પણ બેંકમાંથી પાછા ફર્યા હતા. 

આખરે સમગ્ર મામલો પંચકોશી બી. ડીવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને હિરેનભાઈ પટેલ દ્વારા વલસાડના મયુરભાઈ હરીશભાઈ દુધૈયા કે જે હાલ અમદાવાદ રહે છે, જેની સામે રૂપિયા 74,54,444 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચિટિંગ અંગે ગુનો નોંધી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.


Google NewsGoogle News