Get The App

ખંભાતમાં ઓનલાઇન ગેમમાં દેવું જઇ જતા વેપારીનો આપઘાત

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
ખંભાતમાં ઓનલાઇન ગેમમાં દેવું જઇ જતા વેપારીનો આપઘાત 1 - image


- કેટલા રૂપિયાનું દેવું થયું તે અંગે પોલીસે તપાસ આદરી 

- કાણીસાના કુંડમાં આપઘાત કરૂ છું તેમ પતિએ પત્નીને ફોન કરીને જાણ કરી, કુંડમાંથી મૃતદેહ મળ્યો 

આણંદ : ખંભાતના ૪૪ વર્ષીય વેપારીને ઓનલાઇન ગેમમાં દેવું જઇ જતા કાણીસા ગામે આવેલા કુંડમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે કુંડમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે અપમૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.  

 નવાબી નગર ખંભાતના ઝંડા ચોક વિસ્તારમાં આવેલી દેવની પોળમાં હિરેનભાઈ અશોકભાઈ મહેતા (ઉંમર વર્ષ ૪૪) પરિવારજનો સાથે રહેતા હતા તેઓ ખંભાત ખાતે પ્લાસ્ટિકનો ધંધો કરતા હતા તેમનો એકનો એક પુત્ર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગત ગુરુવાર સાંજના સુમારે હિરેનભાઈ મહેતા ગોડાઉન ખાતે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા.કાણીસા ગામે આવેલા કુંડમાં ઝંપલાવીને આપઘાત કરૂ છું  તેમ ફોન કરીને પત્નીને જણાવ્યું હતું. જોકે, હિરેનભાઇએ અગાઉ પણ બેથી ત્રણ વખત આ પ્રકારે ફોન પર પત્નીને જણાવ્યું હોવાથી આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. જોકે. ફોન પરની વાતચિત દરમિયાન પતિને કેટલીક વાત સાંભળી તેણીને શંકા જણા તુરંત જ ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે કાણીસાના કુંડ ખાતે પહોંચી હતી. કુંડની બહાર એક બાઇક અને ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે કુંડમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પાણી ઊંડું હોવાથી પોલીસે કંઇ ભાળ મળી ન હતી. જેથી પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસે શુક્રવારે પણ કુંડમાં શોધખોળ હાથ ધરતા સવારના સુમારે હિંરેનભાઇ મહેતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખંભાત ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે,હિરેનભાઇ મહેતાને ઓનલાઇન ગેમને લત લાગી હતી. 

જેમાં તેઓને આર્થિક દેવુ થઇ જતા પગલું ભર્યું હોવાની શક્યતાઓ છે. 

જોકે, ઓનલાઇન ગેમમાં તેઓએ કેટલા રૂપિયા ગુમાવ્યા તે અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તેઓની પાસેથી કોઇ સુસ્યાઇટ નોટ પણ મળી નથી. 

Tags :