Get The App

HIV પોઝિટિવ હોવાનું સમાજમાં જાહેર કરી બદનામ કરવાની પત્નીની ધમકીથી કંટાળેલા વેપારીનો આપઘાતનો પ્રયાસ

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
HIV પોઝિટિવ હોવાનું સમાજમાં જાહેર કરી બદનામ કરવાની પત્નીની ધમકીથી કંટાળેલા વેપારીનો આપઘાતનો પ્રયાસ 1 - image

image : Freepik

Vadodara : એચઆઈવી ગ્રસ્ત 58 વર્ષના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પહેલા લગ્ન આજવા રોડની એક મહિલા સાથે વર્ષ 1988 માં થયા હતા. 25 વર્ષ પછી અમારે નાની-નાની વાતોમાં ઝઘડા થતા હોવાથી મનમેળ રહેતું ન હતું અને વર્ષ 2018માં મેં મારી પહેલી પત્ની સાથે છૂટાછડા લઈ અલગ રહેવા લાગ્યો હતો. થોડા સમય પછી મેં અને મારી પ્રથમ પત્નીએ બીજી વખત લગ્ન કરી લીધા હતા, પરંતુ ફરીથી અમારા વચ્ચે મન મળે નહીં થતા છૂટાછેડા લઈ લીધા હતા.

મેં ઓગસ્ટ 2019 માં અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હતા અને અમે પતિ પત્ની તરીકે રહેતા હતા. મારી બીજી પત્નીને મેં મારી એચઆઈવી પોઝિટિવ હોવાની વિગત જણાવી ન હતી. મારી બીમારીની જાણ થયા પછી મેં મારી મિલકતો મારી પ્રથમ પત્ની અને છોકરાઓના નામે કરી દીધી હતી. ત્યારબાદ મેં બીજા લગ્ન કર્યા હતા અને મારી બીજી પત્ની સાથે ફેક્ટરી શરૂ કરી હતી. મારી પહેલી પત્ની અને સંતાનો ફેક્ટરી આવીને ગાળો બોલી એચઆઈવી પોઝિટિવ બીમારી સમાજમાં જાહેર કરી બદનામ કરવાની ધમકી આપતા હતા. મેં મારી પ્રથમ પત્નીને રૂ.18,00,000 આપ્યા હતા તેમ છતાં મારી પાસે વધુ રૂપિયાની માંગણી કરી હેરાન કરતા હતા. તેઓને ધમકીથી કંટાળી જઈને મેં 20 મી તારીખે પોલીસ ભવન ખાતે ફીનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં હાજર પોલીસે અમને રોકી લીધા હતા.

Tags :