વડોદરામાં કલાભવન પાસે ઇન્ડિયન માર્કેટમાંથી બે બાળમજૂરને છોડાવી વેપારીની ધરપકડ
Vadodara : વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલા એક માર્કેટમાં બાળમજૂરોનું શોષણ થતું હોવાની માહિતી મળતા એનટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી બે બાળમજૂરોને છોડાવ્યા હતા.
ઇન્ડિયન માર્કેટની અંદર ગઈકાલે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમે દુકાનોમાં સર્ચ કરતા અવિનાશ અશોકભાઈ ચૌહાણ (રહે સુંદરપુરા ગામ, તાલુકો વડોદરા) ની દુકાનમાંથી બે બાળ મજૂરો મળી આવ્યા હતા.
પોલીસે બંને બાળ મજૂરોની ખાતરી કર્યા બાદ તેમને છોડાવી વાલીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. જ્યારે દુકાનદારની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.