30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ
વેપારી નરેન્દ્ર કળથીયાએ સગા ભાણેજ એવા વેપારી પાસેથી ખરીદેલા માલના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા
સુરત
વેપારી નરેન્દ્ર કળથીયાએ સગા ભાણેજ એવા વેપારી પાસેથી ખરીદેલા માલના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા
સગા ભાણેજ પાસેથી ઉધાર ખરીદેલા કાપડના જથ્થાના પેમેન્ટ પેટે આપેલા 30 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી મામાને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.
મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની તથા સુર રીંગરોડ સ્થિત અન્નપુર્ણા માર્કેટ ખાતે કાપડના ધંધા સાથે સંકળાયેલા સાંઈ દર્શન ફેશનના ફરિયાદી સંચાલક રજનીકાંત ભાઈ ખુંટે સારોલી ખાતે ભવાની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા કોલકોત્તા ખાતે પણ કાપડના વેપાર કરતાં પોતાના સગા મામા આરોપી નરેન્દ્ર કળથીયાને ઉધાર માલનું વેચાણ કર્યું હતુ.જેના પેમેન્ટે પેટે આરોપીએ જુદી જુદી રકમના કુલ ૩૯ ચેક આપ્યા હતા.જે પૈકી 28.63 લાખના ચેક જમા થયા હતા.પરંતુ 30 લાખની કિંમતના ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી નરેન્દેર કળથીયાને ચેક રીટર્ન કેસમાં દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીની લેણી રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ કર્યો છે.