Get The App

હીરાના સાત કારખાનેદાર પાસે 19.90 લાખના હીરા પોલીસ કરાવી વેપારી ફરાર

લેણદારો વરાછા ડાયમંડ વર્લ્ડના વેપારી ઋત્વિક કરિયાવરાની ઓફિસે ગયા તો તાળું મારેલું હતું

વેપારીના પિતાએ કહ્યું, 2021 માં ઘરેથી કાઢી મુક્યો હતો

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News


હીરાના સાત કારખાનેદાર પાસે 19.90 લાખના હીરા પોલીસ કરાવી વેપારી ફરાર 1 - image

- લેણદારો વરાછા ડાયમંડ વર્લ્ડના વેપારી ઋત્વિક કરિયાવરાની ઓફિસે ગયા તો તાળું મારેલું હતું

- વેપારીના પિતાએ કહ્યું, 2021 માં ઘરેથી કાઢી મુક્યો હતો

સુરત, : સુરતના વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું કારખાનું ધરાવતા વરાછાના કારખાનેદાર સહિત સાત હીરા કારખાનેદાર પાસે રૂ.19.90 લાખના હીરા પોલીશ કરાવી વરાછા ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતો વેપારી ઉઠમણું કરી ફરાર થઈ જતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા સીતાનગર સોસાયટીની બાજુમાં ઓમકાર સોસાયટી વિભાગ 2 ઘર નં.34 માં રહેતા 37 વર્ષીય રાજુભાઇ પાંચાભાઇ શીયાળવરાછા ગાયત્રી સોસાયટી ખાતા નં.45 માં હીરાનું કારખાનું ધરાવે છે.તેમના મિત્ર ભુપતભાઈ લકુમે વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડ યુ-42 ખાતે ઓફિસ ધરાવતા વેપારી ઋત્વિક ગોવિંદભાઇ કરિયાવરા ( રહે.બી-272, સુર્યદર્શન સોસાયટી, વાવગામ, કામરેજ, જી.સુરત ) સાથે ઓળખાણ કરાવી હતી.ઋત્વિકભાઈએ રાજુભાઈને હીરા પોલીશ કરવાનું કામ કરશો તો સમસયર પેમેન્ટ કરવાનો વાયદો કરી તેમની પાસે કામ શરૂ કરાવ્યું હતું.જોકે, 15 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી બાદમાં ઋત્વિકે પેમેન્ટ કરવાનું બંધ કર્યું હતું.આથી રાજુભાઈએ તેનું કામ લેવાનું બંધ કરી અવારનવાર ઉઘરાણી કરતા તેણે 6 ઓક્ટોબર 2024 ના રોજ ઓફિસેથી પેમેન્ટ લઈ જવા કહ્યું હતું.

હીરાના સાત કારખાનેદાર પાસે 19.90 લાખના હીરા પોલીસ કરાવી વેપારી ફરાર 2 - image

રાજુભાઈ તે દિવસે પેમેન્ટ લેવા ગયા ત્યારે ઓફિસે તાળું હતું અને અન્ય કારખાનેદાર પણ ઉઘરાણી માટે ઉભા હતા.ઋત્વિકના બંને ફોન પણ બંધ હોય ઓફિસ સંભાળતા આશિષભાઈને ફોન કરતા તેમણે રાત્રે આઠ વાગ્યા સુધીમાં આવું છું તેમ કહી તમામને રાહ જોવડાવી હતી.પણ તે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડયો નહોતો.બાદમાં ઋત્વિક કે આશિષભાઈનો સંપર્ક નહીં થતા તમામ વેપારી ઋત્વિકના પિતાને કામરેજ ખાતે તેમના ઘરે મળ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે ઋત્વિકને વર્ષ 2021 માં ઘરમાંથી કાઢી મુક્યો છે અને તે સંપર્કમાં નથી.આથી છેવટે રાજુભાઈએ ગતરોજ ઉઠમણું કરનાર ઋત્વિક અને તેની ઓફિસમાં કામ કરતા આશિષભાઈ વિરુદ્ધ કુલ સાત કારખાનેદારો પાસે હીરા પોલીશ કરાવી રૂ.19,89,861 નહીં ચૂકવ્યાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News