એ...એ...ગઇ બસ પાની મેં: હિંમતનગર નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી, વીડિયો થયો વાયરલ
North Gujarat Rain Update : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
બસ પાણીમાં ડૂબી
ત્યારે મેઘરાજાએ સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ: નડિયાદમાં સૌથી વધુ 5 ઇંચ, 12 જિલ્લામાં રેડ એલર્ટ
મહેસાણા વિસનગરમાં પણ વરસાદ
વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વિસનગર અને વડનગરમાં 1-1 ઇંચ અને જોટાણા, કડી, બહુચરાજીમાં અડધો-અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે મહેસાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રોડ પર પાણી વળ્યા છે. વરસાદના લીધે મહેસાણા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
29મી જુલાઈની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
30મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે ધોધ સાથે વરસાદ થયો હતો.