Get The App

વિશ્વામિત્રીના પૂરમાં સમા-હરણી વિસ્તારના બંગલાઓ ડૂબ્યા, રેસ્ક્યુ માટે માંગણી

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રીના પૂરમાં સમા-હરણી વિસ્તારના બંગલાઓ ડૂબ્યા, રેસ્ક્યુ માટે માંગણી 1 - image


Vadodara Rain: વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી હોવાથી સમાહણી વિસ્તારમાં બંગલાઓમાં એક માળ સુધી પાણી ફરી વળ્યા છે. 

સમા હરણી વિસ્તારના સુમેરુ ડુપ્લેક્સ તેમજ આસપાસમાં વિશ્વામિત્રીના પાણી ઝડપભેર પ્રવેશતા લોકો ગભરાઈ ગયા હતા. સુમેરુ ડુપ્લેક્સ, ગંગોત્રી પાર્ટી પ્લોટ પાછળના મકાનો તેમજ હરણી મોટનાથ રોડના સિલ્વર ઓક સહિતના વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મકાનમાં પાંચથી સાત ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. 

સુમેરુ ડુપ્લેક્સ માં પહેલો માળખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી લોકો ટેરેસ પર તેમજ બીજા માળ આશરો લેવા ચાલ્યા ગયા હતા. રહીશોએ તંત્ર પાસેથી રેસ્ક્યુ માટે માગણી કરી છે.


Google NewsGoogle News