Get The App

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર છરીની અણીએ બુલેટની લૂંટ

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર છરીની અણીએ બુલેટની લૂંટ 1 - image


- રતનપરના શખ્સ સામે ફરિયાદ

- યુવકે બુલેટ વાપરવાની ના પાડતા આરોપીએ મનદુઃખ રાખી લૂંટ ચલાવી 

સુરેન્દ્રનગર : રતનપર વિસ્તારમાં રહેતા શખ્સને ભોગાવો રિવરફ્રન્ટ પાસે છરી બતાવી રોકડ રકમ તેમજ બુલેટની લુટ ચલાવી એક શખ્સ નાસી છુટયો હતો. જે અંગે ભોગ બનનાર શખ્સે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

રતનપર દેવનંદન સોસાયટીમાં રહેતા હિરાસીંગ ઈશ્વરસીંગ ટાક બપોરના સમયે રિવરફ્રન્ટ રોડ પરથી ઘરે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન રિવરફ્રન્ટ રોડ પર આવેલા બગીચાના દરવાજા પાસે પહોંચતા રસ્તા પર યાકુબ કાળુખાન પઠાણએ ફરિયાદીને ઉભા રખાવી છરી બતાવી ફરિયાદીના ખીસ્સામાંથી રૂા.૧૫૦ તેમજ ફરિયાદીનું બુલેટ લઈ નાસી છુટયો હતો. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બી-ડિવીઝન પોલીસ મથકે યાકુબ કાળુખાન પઠાણ (રહે.રતનપર) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને યાકુબ પઠાણ જુના મિત્ર હોય થોડા દિવસો પહેલા યાકુબ ફરિયાદીના ઘરે આવ્યો હતો અને થોડા દિવસ માટે બુલેટ વાપરવા માંગ્યું હતું પરંતુ ફરિયાદીએ બુલેટ ન આપતા બોલાચાલી કરી હતી જે બાબતનું મનદુઃખ રાખી રોકડ અને બુલેટની લુટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.


Google NewsGoogle News