Get The App

અમદાવાદ બાદ હવે સુરતના અસામાજિક તત્ત્વોના મકાન પર બુલડોઝર ફર્યું, 3 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા

Updated: Mar 18th, 2025


Google News
Google News
અમદાવાદ બાદ હવે સુરતના અસામાજિક તત્ત્વોના મકાન પર બુલડોઝર ફર્યું, 3 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા 1 - image


Demolition in Surat: રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો કહેર વધતો જાય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં 'રાહુલ એપાર્ટમેન્ટ' ગેંગ આરોપીના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે (18 માર્ચ 2025) ના રોજ ત્રણ મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના ઉઘના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરયકાદે રીતે ત્રણ મકાનો બનાવ્યા હતા. જેનો ઉપયોગ અવૈધ પ્રવૃતિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. 

અમદાવાદ બાદ હવે સુરતના અસામાજિક તત્ત્વોના મકાન પર બુલડોઝર ફર્યું, 3 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા 2 - image

સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાન અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાલમાં લોકો પર તલવાર-લાકડીથી હુમલો કરનારાના ઘર પર પડ્યા હથોડા

100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસી જવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે.

અમદાવાદ બાદ હવે સુરતના અસામાજિક તત્ત્વોના મકાન પર બુલડોઝર ફર્યું, 3 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા 3 - image

100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાના આદેશ

વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે નાગરિકો માટે જાહેર કર્યો વોટ્સએપ નંબર, અસામાજિક તત્વોની માહિતી આપવા અપીલ

ખંડણી, ધાક-ધમકી સહિતના ગુનામાં સંકળાયેલા તત્ત્વોની યાદી કરાશે તૈયાર

રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા, ખંડણી ઉઘરાવનારા, ધાક-ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન-જુગારનો ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો કરીને જનતામાં ભય ફેલાવનારાનો આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે. 

પોલીસ વડાનો કડક કાર્યવાહીનો આદેશ હજુ હવે કેમ? 

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ સિવાય આ તત્ત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો તેને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ જોડાણ ધ્યાને આવે તો GUVNL સાથે વાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા, તેમના બેંક ખાતા ચકાસીને નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદે કૃત્ય જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ છે. 

હવે સવાલ એ છે કે, શું રાજ્ય પોલીસ વડા પણ અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી કરવા રાહ કેમ જોતા હતા? એવું કહેવાય છે કે, વસ્ત્રાલ સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી. થોડા સમય પહેલા પોલીસ સાથે દાદાગીરી કરતા આવા જ અસામાજિક તત્ત્વોના વીડિયોએ ચકચાર મચાવી દીધી હતી.   

Tags :
demolitionBulldozerSuratanti-social-element

Google News
Google News