બંગલાનું અધુરુ બાંધકામ 60 દિવસમાં પુરુ કરવા બિલ્ડરને આદેશ

અડાજણ ખાતે અલ્ટીમો બંગ્લોઝના બાંધકામ માટે પુરો અવેજ ચુકવવા છતાં બિલ્ડરે સમયસર કામ પુરું કર્યું નહોતું

Updated: Jul 9th, 2024


 


બંગલાનું અધુરુ બાંધકામ 60 દિવસમાં પુરુ કરવા બિલ્ડરને આદેશ 1 - image

 સુરત

અડાજણ ખાતે અલ્ટીમો બંગ્લોઝના બાંધકામ માટે પુરો અવેજ ચુકવવા છતાં બિલ્ડરે સમયસર કામ પુરું કર્યું નહોતું

 

અડાજણ સ્થિત બંગ્લોઝના બાંધકામ પ્રોજેક્ટ માટે પુરતો અવેજ ચુકવવા છતાં સમયસર બાંધકામ પુરું ન કરી અધુરું છોડીને સેવામાં ક્ષતિ દર્શાવનાર બિલ્ડરને સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ 60  દિવસમાં બાંધકામ પુરું કરી,દસ્તાવેજ પહેલાં થયેલા વેરાના નાણાં ફરિયાદીને ચુકવી બીયુસી સર્ટીફિકેટ કઢાવી આપવા હુકમ કર્યો છે.

અડાજણ યોગીપાર્ક ખાતે રહેતા ફરિયાદી ઉમેશકુમાર ગુલાબભાઈ પટેલે અડાજણ બ્લોક નં.588-1-બ ની જમીનમાં મેસર્સ ફ્રેન્ડ્સ ડેવલોપર પેઢીના સંચાલક ભાગીદાર અમિતકુમાર ચંદ્રકાંત માલી(રે.સહયોગ સોસાયટી,સુમુલડેરી રોડ),ધવલકુમાર મહેન્દ્ર જરીવાલા,ખ્યાતિ સ્નેહલ બોઘાવાલા(રે.સિધ્ધીવિનાયક સોસાયટી,અડાજણ)દ્વારા અલ્ટીમો બંગ્લોઝ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતુ.જે મુજબ ફરિયાદીએ આરોપી સંચાલકોએ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળ અને પાંચ માળના બાંધકામ સાથે બંગ્લોનું પ્રોજેક્ટના બ્રોસરમાં દર્શાવેલી સુવિધાને ધ્યાને લઈને 62.70 લાખનો એવેજ ચુકવીને વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો.જો કે બિલ્ડર્સ દ્વારા નિયત 18 માસમાં બાંધકામ પુરું કરીને બીયુસીનું પ્રમાણપત્ર પણ મેળવ્યું નહોતુ.જેના કારણે ફરિયાદીને સુરત મ્યુ.કોર્પોરેશનનો કુલ રૃ.42 હજારનો વેરો પણ ભરવો પડયો હતો.જેથી ફરિયાદી ઉમેશ પટેલે મેસર્સ ફ્રેન્ડ્સ ડેવલપર્સના સંચાલક ભાગીદારો વિરુધ્ધ ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ બંગ્લાનું બાંધકામ પુરું કરવા,બીયુસી સર્ટીફિકેટ મેળવવા તથા જરૃરી સુવિધા પુરી પાડવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી ગ્રાહક કોર્ટે ફરિયાદીને 60 દિવસમાં બાકીનું બાંધકામ પુરું ન કરી આપે તો બિલ્ડર્સને 2લાખ અલગથી ચુકવવા હુકમ કર્યો છે.જ્યારે ફરિયાદીને 60 દિવસમાં બીયુસી મેળવી આપવા, ઈલેકટ્રીક કનેકશનની યોગ્ય વ્યવસ્થા કરવા તથા ચુકવેલા વેરાની રકમ ,હાલાકી બદલ રૃ.૧ લાખ અને અરજી ખર્ચ પેટે રૃ.10 હજાર ચુકવવા બિલ્ડરને હુકમ 

Gujarat