Get The App

શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના ઘરનું બજેટ તહેવારોમાં ખોરવાયું : ટમેટા, ડુંગળી, બટાકાના ભાવમાં ધરખમ વધારો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના ઘરનું બજેટ તહેવારોમાં ખોરવાયું : ટમેટા, ડુંગળી, બટાકાના ભાવમાં ધરખમ વધારો 1 - image

image : Freepik

Vegetable Price Hike : દિવાળી-નવા વર્ષના તહેવારોના પ્રારંભિક દિવસોમાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે. આવા દિવસોમાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ પ્રમાણમાં ખૂબ ઓછા હોય છે પરંતુ ભારે વરસાદ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન હોવાના કારણે સપ્લાય ચેનને ભારે અસર થઈ છે. સામાન્ય રીતે આ સિઝનમાં રૂ.20થી 25 કિલોના ભાવે મળતા અને મોટાભાગના તમામ શાકમાં વપરાતા ટમેટા છૂટક બજારમાં હાલ રૂ.120ના ભાવે વેચાઇ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે દિવાળી-નવા વર્ષના તહેવારો અગાઉ શાકભાજીના ભાવ પ્રમાણમા ખૂબ ઓછા હોય છે. પરંતુ ચોમાસામાં સિઝન કરતા પડેલો દોઢ ગણો વરસાદ તથા હવામાન મુખ્ય કારણભૂત છે તેવી જ રીતે શાકભાજીના સંગ્રહ કરવાની સમસ્યાનું પણ કોઈ નિવારણ નથી. આવી જ રીતે પુરવઠાની સમસ્યા પણ જવાબદાર છે. ઘણીવાર ભારે હવામાનના કારણે શાકભાજી ઝડપથી બગડી જાય છે. પરિણામે ફેંકી દેવાનો વખત વેપારીઓને આવે છે. આવી જ રીતે કોલ્ડ સ્ટોરેજની પણ સમસ્યા શાકભાજી વાળાને નડી રહી છે. આવી અનેક સમસ્યાઓ શાકભાજીના ભાવ વધવા માટે કારણભૂત છે. 

હાલ બટાકાના ભાવ જે સામાન્ય રીતે કિલોના 25 થી 30રૂપિયા, જ્યારે ડુંગળીના ભાવ રૂ.20ના બદલે રૂ.100 પર પહોંચ્યો છે. આવી જ રીતે તમામ શાકભાજીમાં વપરાતા ટમેટા પણ છૂટક બજારમાં કિલોના રૂપિયા 120 જેવા થયા છે. ઉપરાંત સપ્લાય ચેઈનની પણ ખૂબ મોટી અસર શાકભાજીના ભાવ પર પડતી હોય છે. સિઝનમાં આવા જ સમયે શાકભાજીની ઉપજ વધી જતા ભાવ એકદમ તળિયે આવી જાય છે. પરિણામે ઘણીવાર ખરીદનાર કોઈ નહીં હોવાથી વેપારીઓને શાકભાજી ફેંકી દેવાનો પણ વખત આવતો હોય છે. જોકે શાકભાજી માટે સંગ્રહ બિલકુલ શક્ય નથી. પરિણામે હાલ શાકભાજીના ભાવ પર ભારે અસર પડી છે. આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં પણ શાકભાજીના ભાવ ઘટવાની કોઈ શક્યતા જણાતી નથી.


Google NewsGoogle News