ભાજપમાં ભરતી મેળો, BTP નેતા મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલના કેસરિયા
BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે સી.આર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા છે.
આ દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
ગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરિશ ડેર, સી. જે ચાવડા, અરવિંદ લાડાણી, મૂળુ કંડોરિયા સહિતના નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આજે જોડાઈ ચૂક્યા છે. આજે ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાન માજી ધારાસભ્ય મહેશ વસાવા, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા. ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. ત્યારે ભાજપ બીજી યાદી મંગળવાર સાંજ સુધીમાં જાહેર કરી શકે છે અને આ યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ હોઈ શકે છે.