સુરત પાલીકાનો મોટો નિર્ણય, ગણેશ વિસર્જનની યાત્રાના કારણે આ દિવસે તમામ રસ્તાઓ પર BRTS બસ અને સિટી બસના રૂટ બંધ
Surat Corporation : સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે. આગામી મંગળવારે સુરત શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે. ગણેશ વિસર્જનની પ્રક્રિયા શહેરના વિવિધ રૂટ ઉપરથી પસાર થશે અને કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે પહોંચશે. આખો દિવસ વિસર્જન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય રસ્તાઓ પર વિસર્જનની યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
જેમાં અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દાંડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાટેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડલાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ તથા અન્ય વિસ્તારોની BRTS તેમજ સીટી બસોની સેવા સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
જેથી મંગળવારે ગણેશ વિસર્જનનાં દિવસે તમામ સીટીબસ તથા BRTS ના રૂટ સદંતર બંધ રાખવામાં આવશે. જેની શહેરીજનોએ ખાસ નોંધ લેવા પાલિકાએ અપીલ કરી છે.