Get The App

વાંકાનેર પોલીસે નગમાની હત્યામાં સંડોવાયેલા જિગરને વઢવાણ લાવી રિકન્સ્ટ્રકશન કરાવ્યું

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
વાંકાનેર પોલીસે નગમાની હત્યામાં સંડોવાયેલા જિગરને વઢવાણ લાવી રિકન્સ્ટ્રકશન કરાવ્યું 1 - image


- સિરિયલ કિલર તાંત્રિકની પ્રેમિકાની હત્યાનો મામલો

- આરોપીઓએ નવલસિંહના મકાનમાં નગમાની હત્યા કરી ટુકડા કરી પ્લાસ્ટીકના કોથળામાં ભર્યા હતા

સુરેન્દ્રનગર : વઢવાણ ખાતે રહેતા અને મૃતક તાંત્રિક ભૂવા નવલસિંહ ચાવડાએ અલગ-અલગ જીલ્લાઓમાં ૧૨ વ્યક્તિની હત્યાની કભૂવાત કર્યા બાદ જે તે વિસ્તારની પોલીસે વધુ તપાસ હાથધરી છે ત્યારે રાજકોટ ખાતે રહેતી નગમા નામની યુવતીની હત્યા મામલે વાંકાનેર પોલીસ હત્યામાં સંડોવાયેલ મૃતક ભૂવાના સાગરીતને વઢવાણ ખાતે લાવી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

મુળ વઢવાણના અને સીરીયલ કિલર તાંત્રિક ભૂવા નવલસિંહ ચાવડાએ મૃત્યુ પહેલા સરખેજ પોલીસ સમક્ષ પરિવારના ત્રણ સભ્યો સહિત અલગ-અલગ જિલ્લાઓમાંથી નવ વ્યક્તિની હત્યાની કભૂવાત કરી હતી. તપાસ દરમિયાન રાજકોટ ખાતે રહેતી યુવતી નગમાની પણ ભૂવા નવલસિંહ ચાવડા અને તેની પત્ની તેમજ સાગરીતો જીગર ગોહિલ સહિતનાઓ દ્વારા હત્યા નીપજાવી લાશને વાંકાનેર નજીક દાટી દીધી હોવાનું બહાર આવ્યું હતું. હત્યા અંગે વાંકાનેર પોલીસે મૃતક ભૂવા નવલસિંહની પત્ની સોનલબેન ચાવડા અને ભૂવાનો ભાણેજ શક્તિરાજ ચાવડાની ધરપકડ કરી લીધી છે. જ્યારે નગમાની હત્યામાં સંડોવાયેલ જીગર ભનુભાઈ ગોહિલને મૃતક ભૂવાના વઢવાણ ખાતેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. નગમાને મૃતક ભૂવા સાથે પ્રેમસબંધ હોય લગ્ન કરવા માંગતી હતી પરંતુ ભૂવા લગ્ન કરવા ન માંગતો હોવાથી નગમાને ભૂવા નવલસિંહ અને જીગર ગોહિલે વઢવાણ ખાતે આવેલ મકાને બોલાવી હતી અને ત્યાં નગમાની હત્યા નીપજાવી તેના શરીરના ટુકડા કરી નાંખ્યા હતા. આથી વાંકાનેર પોલીસ જીગર ગોહિલને વઢવાણ ખાતે લાવી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. જેમાં જીગર ગોહિલના જણાવ્યા મુજબ નગમાની હત્યા નીપજાવ્યા બાદ તેના શરીરના ટુકડા કરી પ્લાસ્ટીકના કોથળામાં બાંધવામાં આવ્યા હતા અને વઢવાણથી વાંકાનેર નજીકના ગામ પાસે આ ટુકડા લાવી જમીનમાં દાટીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ મૃતક ભૂવા નવલસિંહ દ્વારા આરોપી જીગર ગોહિલને સાથે રાખી નગમા નામની રાજકોટની યુવતીની પણ હત્યા નીપજાવતા વાંકાનેર પોલીસે વઢવાણ ખાતે આરોપીને લાવી રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.


Google NewsGoogle News