Get The App

પાલનપુર પાટીયાના હિમગીરી એપાર્ટમેન્ટની ઘટના: લગ્નેત્તર સંબંધ ધરાવતા બનેવીની સાળાએ ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
પાલનપુર પાટીયાના હિમગીરી એપાર્ટમેન્ટની ઘટના: લગ્નેત્તર સંબંધ ધરાવતા બનેવીની સાળાએ ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો 1 - image




- પ્રેમલગ્ન કરનાર બહેન પ્રેગનન્ટ છે અને બનેવીએ પ્રેમિકાને રૂ. 25 હજાર ટ્રાન્સફર કરતા ગત રોજ ઝઘડો થયો હતોઃ અગાઉ પણ ઠપકો આપ્યો હતો અને સવારે સાળાએ કાસળ કાઢી નાંખ્યું


સુરત

રાંદેર રોડ પાલનપુર પાટીયા વિસ્તારમાં લગ્નેત્તર સંબંધ ધરાવતા બનેવીની સાળાએ ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ છે. પ્રેમલગ્ન કરનાર બહેન હાલ પ્રેગનન્ટ છે અને બનેવીએ તેની પ્રેમિકાને ઓનલાઇન રૂ. 25 હજાર ટ્રાન્સફર કરતા થયેલા ઝઘડામાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.
રાંદેર રોડ પાલનપુર પાટીયા સ્થિત સોના હોટલની સામે હિમગીર એપાર્ટમેન્ટના બિલ્ડીંગ નં. 7 ના ફ્લેટ નં. 11 માં રહેતો મયુર પ્રવિણ રાઠોડ (ઉ.વ. 35) આજે સવારે સુતેલો હતો ત્યારે તેનો સાળો વિક્કી દેવીદાસ સોનવણે (રહે. ગોપાલબવન એપાર્ટમેન્ટ, પાલનપુર જકાતનાકા, સુરત) અચાનક ઘસી આવી ઝઘડો કર્યો હતો. જે અંતર્ગત વિક્કીએ ચપ્પુ વડે હુમલો કરી મયુરને છાતીના ભાગે ઘા મારી દેતી મયુર બેભાન થઇ ગયો હતો. જેને તુરંત જ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જયાં તબીબોએ મયુરેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં ડ્રાઇવીંગ કામ કરતા મયુરે વર્ષ 2012 માં કાજલ ઉર્ફે ગુડ્ડી દેવીદાસ સોનવણે સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને કાજલ હાલમાં પ્રેગનન્ટ છે. મયુરે કાજલ સાથે પ્રેમલગ્ન કર્યા હોવા છતા તેને કરિશમા નામની યુવતી સાથે લગ્નેત્તર સંબંધ હોવાની જાણ થતા કાજલ સાથે ઝઘડો થતો હતો.

પાલનપુર પાટીયાના હિમગીરી એપાર્ટમેન્ટની ઘટના: લગ્નેત્તર સંબંધ ધરાવતા બનેવીની સાળાએ ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો 2 - image

બીજી તરફ આ અંગેની જાણ કાજલના ભાઇ વિક્કીને થતા તેણે પણ મયુરને ઠપકો આપતા તેઓ વચ્ચે પણ ઝઘડા થતા હતા. દરમિયાનમાં બે દિવસ અગાઉ મયુરે કરિશ્માને રૂ. 25 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જેની જાણ કાજલને થતા ગત રોજ પણ ઝઘડો થયો હતો અને આજ રોજ વિક્કીએ બનેવી મયુરને ચપ્પુ વડે હુમલો કરી કાસળ કાઢી નાંખ્યું હતું. હત્યા બાદ વિક્કી ક્રાઇમ બ્રાંચમાં હાજર થતા તેની અટકાયત કરી રાંદેર પોલીસને હવાલે કર્યો હતો.


Google NewsGoogle News