Get The App

પોલીસ કેસ પાછો ખેંચવાની ધમકી આપી સાળા બનેવી ઉપર હુમલો

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
પોલીસ કેસ પાછો ખેંચવાની ધમકી આપી સાળા બનેવી ઉપર હુમલો 1 - image


ગાંધીનગરના સેક્ટર-૨૩ પાસે

અગાઉના ઝઘડાની અદાવત રાખીને સેક્ટર-૨૪ અને આદીવાડાના શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩ પાસે ભેળ પકોડીની લારી ચલાવતા યુવાન ઉપર પોલીસ કેસ પાછો ખેંચવાની ધમકી આપીને બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને વચ્ચે પડેલા બનાવીને પણ માર માર્યો હતો. જેથી આ મામલે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને સેક્ટર ૨૩ કોર્નર પાસે ભેળ પકોડીની લારી ચલાવતા ભરતભાઈ કાળુભાઈ તેલી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત ૪ જાન્યુઆરી રોજ તે લારી પર હતો તે વખતે સેક્ટર ૨૪માં રહેતો રાજ ઉર્ફે બોડિયો લાલભાઈ પ્રજાપતિ તેની પાસે આવ્યો હતો અને અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી પરંતુ તે સમયે તેણે ફરિયાદ કરીને હતી જો કે ગઈકાલે ફરીથી રાજ ઉર્ફે બોડિયો અને આદીવાડામાં રહેતો ક્રિષ્ના માગીલાલ તેની લારી ઉપર આવ્યા હતા અને કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપીને માર મારી લોખંડના કળાથી હુમલો કર્યો હતો અને ધોકાઓથી પણ માર માર્યો હતો. આ દરમિયાન બાજુમાં જ લારી ચલાવતા તેના બનેવી ચુનીલાલ હકમીચંદ તેલી સાળાને છોડાવવા માટે વચ્ચે પડતા ચારે આરોપીઓ દ્વારા તેમની ઉપર પણ ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મારા મારીને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જતા જતા આ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બંને ઘાયલને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ચારે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News