ચાલકની ગફલતથી કારે ગુલાંટ મારતાં સાળા-બનેવીના મોત નીપજ્યા
- મૃતકના પત્નીએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- અમરગઢ ગામનો પરિવાર માતાજીના માંડવાનો હવન પૂર્ણ કરી પરત જતા અકસ્માત સર્જાયો હતો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ ભંડારિયાના વતની અને હાલ સિહોર તાલુકાના અમરગઢ ખાતે રહેતા ભાવનાબેન દિનેશભાઈ ચૌહાણ અને પતિ દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ બન્ને શનિવારે વતનમાં ભંડારીયા ગામે માતાજીના માંડવામાં આવ્યા હતા.હવન પૂર્ણ કરી પતિ દિનેશભાઈના મિત્ર વિજયભાઈ ધીરુભાઈ મકવાણાની કાર નંબર જીજે ૦૪ ઇએ ૪૫૭૮ માં પતિ પત્ની નણંદ મુકતાબેન જીતુભાઈ પરમાર અને નણદોઈ જીતુભાઈ ધરમશીભાઈ પરમાર ,નણદોઈના દિકરા જયપાલ અને નૈતિકને સાથે લઈ સિહોરના અમરગઢ ખાતે જવા માટે રવાના થયા હતા.દરમિયાનમાં દિનેશભાઈના મિત્ર વિજયભાઈએ પોતાની કાર બેફિકરાઈથી અને પુરઝડપે ચાલવી સણોદર ગામ નજીક પલટી ખવડાવી દેતા કારમાં સવાર સાળા દિનેશભાઈ ચૌહાણ અને બનેવી જીતુભાઈના મોત નીપજ્યા હતા.જ્યારે કારમાં સવાર નણંદ ભોજાઈ સહિત એક બાળકને ઇજા થઈ હતી.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની ભાવનાબેનએ મૃતકના મિત્ર કાર ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં નોંધાવી છે.